સૌરાષ્ટ્રભરમાં ગાંધીજી-શાસ્ત્રીજીની પ્રતિમાને હારતોરાં, પુષ્પાંજલિ

સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રાર્થના સભા, વકતૃત્વ સ્પર્ધા સહિતની ઇતર પ્રવૃતિઓ યોજાઇ

ભાજપ-કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

૨ ઓકટોબર મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની સૌરાષ્ટ્રભરના ગામો ગામ ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ, હારતોરા તો પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સામાજિક શૌક્ષણિક સંસ્થાઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા સહિતની ઇતર પ્રવૃતિઓ યોજાઇ હતી.

જૂનાગઢ:

ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા જેલના કેદીઓના સહયોગથી જુનાગઢ જિલ્લા જેલમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રીઝવાના બુખારીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ  રીઝવાના બુખારી એ  કેદીઓને ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુજરાત રાજ્ય જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન રાવની પ્રેરણાથી અને કેદીઓના સહયોગથી ગાંધીબાપુની પ્રતિમા બની છે. તે એક ઉત્તમ ઉદાહરણ છે કે, કેદીઓ ગાંધી વિચારથી પ્રભાવિત થયેલ છે. ગાંધીજીની પ્રતિમાના કેદી ભાઇ રોજ દર્શન કરશે.  તેનામા સત્ય અને અહિંસાના ગુણો આવશે તેમજ જેલનું વાતાવરણ સોહાર્દપૂર્ણ રહેશે. તેમ જણાવ્યું હતું. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલની અધ્યક્ષતામાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયાંના માર્ગદર્શન હેઠળ  મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ દિને મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા બાદમાં “કિશાન બચાવો તથા “શિક્ષણ ફી માફ કરો ના નારા સાથે કોંગ્રેસ ભવન ખાતે સત્યાગ્રહ કર્યા હતા. આ કાર્યક્રમમાં જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર અને જીલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દામનગર:

દામનગરના પાડરશિગા ગામ લાઠી તાલુકા ભાજપ દ્વારા આંબડી સીટ માં પાડરશીંગા ગામ નકળંગ ધામ સ્વચ્છતા અભિયાન ચલાવી ને મહાત્મા  ગાંધીજી ને પુષ્પાંજલી નો કાર્યક્રમ યોજાયો  હતો તેમાં ઉપસ્થિત જિલ્લાના ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા  તાલુકાના મહામંત્રી દિનેશભાઈ જમોડ  દામનગર શહેરના પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા  ઘનશ્યામભાઈ ખેરાળા રવજીભાઈ વેકરીયા અમરશીભાઈ નારોલા ધીરૂભાઇ નારોલા સતીશ બાબુ વલ્લભભાઈ બાહોપીયા લક્ષ્મણભાઈ આંબરડી સીટના તમામ ઇન્ચાર્જ પદાઅધિકારી ઓ હાજર રહ્યા હતા.

મોરબી:

મોરબીમાં ભાજપ આગેવાનો, અધિકારીઓ દ્વારા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી જયંતી નિમિતે મોરબીના ગાંધી બાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને મહાનુભાવોએ ફૂલહાર કરીને પુષ્પાંજલિ અર્પી હતી મોરબી કલેકટર જે બી પટેલ, એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા, ભાવેશભાઈ કણઝારીયા, દુર્લભજીભાઈ દેથરીયા, મણીલાલ સરડવા, કે કે પરમાર, નરેન્દ્રભાઈ પોપટ સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પી હતી.

ઉપલેટા:

દેશની આઝાદીમાં જેનું મહત્વનું યોગદાન છે તેવા દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની ૧૫૨કી જન્મ જયંતિ નિમિતે નગર પાલિકા દ્વારા તેમના સ્ટેચ્યુને ભાવવંદના કરાઇ હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડિયા દ્વારા કોરોના વાઇરસને કારણે સાદગી પૂર્વક છતા ગરીમા પૂર્વક યોજાયો. ભાવવંદના કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન જાળવી વિવિધ સમાજ શ્રેષ્ઠઓ વેપારીઓ સહિત લોકો ઉપસ્થિત રહી પૂજય બાપુને ભાવવંદના કરી હતી. આ તકે નગર પાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડિયાએ જણાવેલ કે બાપુનું દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન છે. બાપુને કારણે જ દેશમાં ફકત ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે તે આપણા માટે ગૌરવની વાત છે. ભાવવંદના કાર્યક્રમમાં ઉપપ્રમુખ રણુભાઇ જાડેન, કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, પૂર્વ નગરપાલિકાના શણીબેન ચંદ્રવાડિયા નગર સેવકો જગદીશભાઇ કપુપરા, વિરલભાઇ કાલાવડિયા, હરસુખભાઇ સોજીત્રા, જેન્તીભાઇ રાઠોડ, રાજેશભાઇ કપુપરા, હરસુખભાઇ સોજીત્રા સહિત વેપારી આગેવાનો સમાજ શ્રેષ્ઠઓ હાજર રહેલા હતા.

બાબરા:

બાબરા તાલુકા ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવા આવી હતી જેમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા,તાલુકા ભાજપ મંત્રી સુરેશભાઈ ધાખડા,યુવા ભાજપ અગ્રણી કિરીટભાઈ બગડા,તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઝાપડીયા, હાર્દિક માંડાણી,ભગીરથ ભાઈ મોરી, હાર્દિક લાહર અને કાર્યકર્તા હાજર રહ્યા હતા મહાત્મા ગાંધી ના જીવન કવન માંથી પ્રેરણાત્મક સ્વચ્છતા સાદગી ની હિમાયત કરતો સુંદર સંદેશ આપ્યો હતો.

હડિયાણા:

ગાંધી જયંતિ નિમિતે હેન્ડ વોશિંગ ડેની ઉજવણી જોડિયા તાલુકાના ૧૨ તાલુકા શાળા માં ઉજવણી કરવામાં આવી જેમાં હડિયાણા.પીઠડ. બાલભા. જસાપર. કુનડ. જોડિયા. કેશિયા. તારાણા. દુધઈ. બાદનપર. વાવડી. મેઘપર  તાલુકા શાળામાં હેન્ડ વોસ કાર્યક્ર્મ યોજાવામા આવ્યો. જેમાં તમામ લાભાર્થીને હેન્ડ વોશ કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આં કાર્યક્રમ ને સફળ બનાવા તાલુકા વિકાસ અધિકારી  સોરઠીયા આરોગ્ય વિભાગનો સ્ટાફ. આઇ. સી. ડી. એસ.નો સ્ટાફ અને શિક્ષણ વિભાગના સ્ટાફ તમામ એ જહેમત ઉઠાવી છે.

સુત્રાપાડા:

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ અપારનાથી અને જિલ્લા કો.ઓ. હિંગુ સાહેબના માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતી ના પાવન અવસરે એસ.ટી.પી. હોમ લર્નિંગ કરતા બાળકો દવારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. જેમાં ચિત્રકામ,રંગપુરણી, નિબંધ લેખન, હેન્ડવોશ વગેરે સહઅભ્યાસીક પ્રવૃત્તિ નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં એસ.ટી.પી. હોમલર્નિંગ કરતા તમામ બાળકો એ લાભ લીધેલ છે તેમજ બાળકોને અભ્યાસ કરાવતા બાળમિત્રો એ પણ ભાગ લીધો. આ કાર્યક્રમનું સફળ સંચાલન બી.આર.સી.કો.ઓ. હરેશભાઇ જાદવ અને  ટી.એમ.ડોડીયા  દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ બ્લોક કો.ઓ. એ.આર.એન્ડ વી.ઈ.  ડો પરેશ પંડ્યા એ સંપૂર્ણ મોનિટરિંગ કરેલ હતું.

જામનગર:

મહાત્મા ગાંધી ની ૧૫૧ની જન્મ જયંતી નિમિતે શહેર માં આવેલી ગાંધીજી ની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી તેમના સિદ્ધાંતો ને યાદ કર્યા હતા તેમજ  ધારા સ્ભય આર.સી. ફળદુ અને રાજયમંત્રી  ધર્મેન્દ્રસિહ ( હકૂભા ) જાડેજા સહિતના ભાજપના સત્તાધીશોએ ઉપસ્તિ રહ્યા હતા  તેમજ શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા , ભાજપ નેતા દિવ્યેશ અકબરી , મ્યુ. કમિશનર સતિશ પટેલ સહિતના ભાજપના સત્તાધીશો હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ  મહાત્મા ગાંધી ની જન્મ જયંતી તેમજ પૂર્વ વડાપ્રધાન  લાલબહાદુર શાી ની જન્મ જયંતી નિમિત્તે “કિસાન-મજૂર બચાવો દિવસ તરીકે  પાળવાનું નક્કી કરવા માં આવ્યું હતું તા ખેડૂતોના સર્મન માં તા ૧૦૦% શેક્ષણિક ફી માફીની માંગણી સો જિલ્લા કાર્યાલય ી રેલી નાં સ્વરૂપે રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો સરકાર દ્વારા પસાર કરવા માં આવેલ ખેડુત વિરોધી કાળા-કાયદા નો વિરોધ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ  છે.

માણાવદર:

માણાવદર લાયન્સ કલબ દ્વારા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન અને પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજી ના જન્મદિન નિમિત્તે ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ને ફૂલહાર વંદના કરી માણાવદર શાકમાર્કેટ વિસ્તાર માં વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં લાયન્સ ક્લબ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સવસાણી , કલબના સેક્રેટરી પ્રવિણભાઇ નાંદપરા, ખજાનચી લલીતભાઇ ધોડાસરા, ચેરમેન ડો. પંકજભાઇ જોષી, વેપારી અગ્રણી અશોકભાઈ જીવનાણી, પ્રેમજીભાઇ, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ કાલરીયા તથા સ્ટાફ  પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

અમરેલી:

અમરેલીના ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી તેમજ દીદીની ડેલીના માધ્યમથી સમાજસેવાની અહેલાદ જગાવી રહેલા ભાવનાબેન ગોંડલીયાની આગેવાનીમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી તેમજ જય જવાન જય કિસાનનો નારો આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંનેએ મહાપુરુષોને સુતરની આંટી પહેરાવી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે વાલ્મિકી સમાજ તેમજ દલિત સમાજની મહિલાઓને સુતરની આટી,ખાદીનો રૂમાલ તેમજ ખાદીના માસ્ક આપી  સન્માનિત કરી ઉજવણી કરવામાં આવી હતી.

કેશોદ:

યુનિવર્સલ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, કેશોદ નગરપાલિકા તથા બ્રહ્માકુમારીઝના સંયુક્ત ઉપક્રમે ગાંધીજયંતી નિમિત્તે રાખેલ સર્વ ધર્મ પ્રાર્થના સભાનો કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સોશિયલ ડીસ્ટન્સ સાથે કાયેકમ યોજાયો હતો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં સલાહકાર સમિતિ જેવી ઉચ્ચ સમિતિ માં જુનાગઢ જિલ્લા ભાજપના પુવે મહામંત્રી અને ભાજપના સંનિષ્ઠ કાયેકર એવા અતુલભાઈ ધોડાસરાની નિમણૂંક થતાં આ નિમણૂંકને કેશોદ ભાજપ તથા કેશોદના વરિષ્ઠ પત્રકાર તથા જીલ્લા ભાજપ મિડીયા શેલના ક્ધવીનર પ્રકાશભાઈ દવે એ આવકારી તેમને નિમણૂંક થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજુલા:

રાજૂલા શહેરમાં મારૂતિ ધામ મંદિર પટ્ટાગંણ માં બીજી ઓકટોબર નિમિતે  પૂ મહાત્મા ગાંધીજી અને પૂ લાલબહાદૂર શાસ્ત્રીજી જયંતિ ઉજવણી સ્વચ્છતા જૂબેશ અભિયાન યોજાયેલહતો જેમાં મૂખ્ય આગેવાન પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી જોશી દ્રારા  પૂષ્પાજલી વંદના શ્રધ્ધાંજલી જેમાં મારૂતિધામ મંહત  પ્રભુદાસ બાપૂજી ક્ધયા વિધાલય આચાર્ય ચાદૂં સાહેબ બ્રાહ્મણ સમાજ મહિલા આગેવાન ભારતીબેન જોશી  પ્રાથમિક શાળા આચાર્ય  નિરવભાઇ જાની  જીતૂભાઇ સરવૈયા સૂખનાથ મહાદેવ મંદિર મંહત  તૃલજા ભવાની પૂજારી  સાગર સરવૈયા આરાધના સંગીત ગૃપ  અનેક આગેવાનો  જોડાયા હતા. ભજન  સંગીત ખૂશાલી બી જોષી રજૂ કરેલ સફાઇ કાર્ય પણ કરાયૂ હતૂ પ્રાર્થના રજુ કરેલ.

લાઠી:

લાઠી શહેરમાં મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જ્યંતીએ  જાણીતા ઉદ્યોગ રત્ન ઘનશ્યામભાઈએ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તો લાઠી શહેર ની શેક્ષણિક સંસ્થા માતૃ પી. એમ. શંકર વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધી ની જન્મ જ્યંતી એ ઓન લાઈન વકૃત્વ સ્પર્ધા યોજાય.લાઠી શહેર ની શેક્ષણિક સંસ્થા  માતૃ પી. એમ. શંકર વિદ્યાલય – લાઠી / શારદા વિદ્યા મંદિર- લાઠીગાંધીજયંતી નિમિત્તે યોજયેલ વકૃત્વ સ્પર્ધામાં  કુલ ૧૪ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.આ સ્પર્ધા ૨ વિભાગમાં યોજાયેલ હતી.

ગોંડલ:

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિના શુભ દિવસે ગોંડલ સબ જેલમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં મોહનદાસ થી મહાત્મા સુધીની સફરને વર્તમાન સમયમાં કેમ જીવનમાં ઉતારી શકાય અને પોતાના વાણી વર્તનમાં  કેમ બદલાવ લઈ આવી શકાય તે બાબતે  અશોકભાઈ શેખડા , રજનીશભાઈ રાજપરા અને ગોપાલભાઈ સખીયાએ પોતાના વિચારો વ્યક્ત કરેલ. સામન્ય વિધાર્થી મોહનથી શરૂ કરીને દેશના મહાત્મા સુધી ની સફરમાં તેમણે કરેલા પ્રયત્નો, પોતાની વ્યક્તિગત બાબતો ની નિખાલસતાથી જાહેર જીવનમાં સ્વીકાર આજે પણ લોકોને માટે એટલા જ પ્રેરણાદાયી રહેશે.

દીવ: 

દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બીપીનભાઈ એલ શાહ ના નેતૃત્વમાં સર્વ હોદ્દેદારો અને કાર્યકરોએ સાથે મળીને ગાંધી જયંતી દિનને  ખુબ જ ઉત્સાહ સાથે અનોખી રીતે ઉજવ્યો આ અંતર્ગત સર્વે એ  સાથે મળીને દીવ ભાજપા કાર્યાલય ગાંધીજીની છબી ને હાર પહેરાવી દિપ પ્રાગટ્ય કરી તેમના આદર્શો અને વિચારોને યાદ કરતા તેમને  શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે સર્વે એ દીવ  શાકમાર્કેટ, ફોરેન માર્કેટના “આત્મનિર્ભર ભારત પેકેજ ના  લાભાર્થીઓ છે તેમની સાથે મુલાકાત કરી અને આ પેકેજ વિશે ચર્ચા કરવાની સાથે વિશેષ જાણકારી આપી.

કચ્છ:

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતત્વ તળે અખંડ ભારતના સ્વપન દ્રષ્ટા અને કિશાનો-મજુરો માટે પોતાની જાન ન્યોછાવર કરનાર રાષ્ટ્રપીતા મહાત્માગાંધી તથા ભારતના પુર્વ વડાપ્રધાન અને ‘જય જવાન’ ‘જય કિશાન’નો નારો આપનાર લાલબહાપુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિતી ભુજ મધ્યે આ મહાપુરૂષોને હારા રોપણ કરી વંદન કરાયા હતા. આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી સત્ય ખાતર તથા લાલ બહાદુર શાસ્ત્રીજીએ કિશાનોના હિત માટે જીવનનાં અંત સુધી લડતા રહયા. હાલમાં ચોતરફ અસત્યનો તથા નફરતનો માહોલ છે. જગતનો તાત કિશાન ખુબ જ દુ:ખી છે. તેવામાં હાલમાં ચોતરફ અસત્યનો તથા નફરતનો માહોલ છે. જગતનો તાત કિશાન ખુબજ દુ:ખી છે. તેવામાં હાલમાં સંજોગોમાં સત્ય તથા કિશાન જવાનનાં હિતની વિપરીત સરકાર ચાલી રહી છે. જેથી પુન: રાષ્ટ્રપિતા ગાંધીજીનાં સ્વપ્નનુ રામરાજય તથા લાલબહાદુર શાસ્ત્રીજીનાં કિશાનહીતનું રાષ્ટ્રનિમાર્ણ થાય તે માટે કામે લાગી જવા તમામ કોંગ્રેસી આગેવાનો કાયકરોને આહવાન કર્યુ હતું.

માણાવદરમાં ચશ્મા વિનાના ગાંધીજી!!!

માણાવદર ગાંધી ચોકમાં આવેલ ગાંધીજીની આંખ ઉપરના ચશ્મા અદશ્ય હતા એ જોઇને સહકારી મંડળી ના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા ને ધણું જ દુ:ખ થયું ને તેમણે મુખ્યમંત્રી રૂપાણીને આ અંગે એક પત્ર પાઠવી ફરિયાદ કરતા જણાવ્યું છે કે  શુ તમારા શાસનમાં  (ભાજપના ) ગાંધીજી ભ્રષ્ટાચાર ન જોઇ શકે એટલા માટે માણાવદર નગરપાલિકા ની સામે ઊભેલી ગાંધી પ્રતીમા ચશ્મા વિનાની છે

ઝાટકિયા એ દુ:ખ સાથે એ પણ જણાવ્યું છે કે માણાવદરમાં ૨૬ જાન્યુઆરી તથા ૧૫ મી ઓગસ્ટ ના દિવસે પણ કોઈ જ કાર્યક્રમ યોજાતા નથી માણાવદર ની આ મોટી કમનસીબી નહિ તો બીજું શું કહેવાય?

Loading...