Abtak Media Google News

સીઝનેબલ અથાણા, વાનગીઓનો ડેમો, સંગીતમય હાઉસી અને ગેઈમનું સુંદર આયોજન વિજેતાઓને ઈનામોથી નવાજાવાશે; હોદદાર બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

શહેરનાં છેવાડાના વિસ્તારમાં રહેતા રઘુવંશી પરિવારના બહેનો, બાળકો અને સીનીયર સીટીઝનના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા આગામી તા. ૧૮ ને ગૂરૂવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન કરણપરા ચોક ખાતેની લોહાણા કેશરીયા વાડીમાં સ્નહાબેન આર. પોબારૂના અધ્યક્ષ સ્થાને તશ્રથા લોહાણા મહિલા અગ્રણીઓના અતિથી વિશેષ પદે સમર કાંનીવલ અંતર્ગત સીઝનેબલ અથાણા, વિવિધ વાનગીઓનાં ડેમોન્સ્ટ્રેશન, સંગીતમય હાઉસી તથા સરપ્રાઈઝ ગેમ્સનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

બેડીનાકા વિસ્તારનાં સભ્ય બહેનો ઉપરાંત આ કાર્યક્રમમાં ગેસ્ટ બહેનો પણ ભાગ લઈ શકશે તમામ સ્પર્ધકોને આકર્ષક ઈનામોથી સન્માનવામાં આવશે. સભ્ય બહેનોએ નિર્ધારીત સમય પહેલા ૧૫ મીનીટ વહેલા આવી પોતાના એન્ટ્રીપાસ મેળવી સ્થાન ગ્રહણ કરી લેવું સ્પર્ધા ચાલુ થયા બાદ એન્ટ્રી આપવામાં આવશે નહિ તેની ખાસ નોંધ લેવી.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ઈન્દીરાબેન શીંગાળા અંજનાબેન હિંડોચા, ઈન્દિરાબેન જસાણી, કલાબેન ખખ્ખર, કમલાબેન દિપ્તીબેન, કીર્તિબેન, ભાવનાબેન તથા કલ્પનાબેન પોપટે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.