સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી જિલ્લાના વધુ ત્રણ કપાસ ખરીદ કેન્દ્રોને મંજૂરી

લાલપૂરમાં કેન્દ્ર ખોલવા માટે સાંસદના પ્રયાસો

સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર જિલ્લામાં વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખૂલ્યા છે જે અંગે તેઓની ભલામણી ધ્રોલ-જોડિયા તાલુકાઓ માટે ધ્રોલ તાલુકામાં વધારાના બે અને જામજોધપુર તાલુકામાં એક નવા કેન્દ્રો ઉપરથી કપાસની ખરીદી થનાર હોવાથી ખેડૂતો માટે મોટી રાહત થઈ હોય, સંસદસભ્ય પૂનમબેન માડમએ આ અંગે મદદરૂપ થવા બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને રાજ્ય સરકારનો તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ પ્રમાણે કપાસ ખરીદ કેન્દ્રો કાર્યરત થાય તે માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ ખાસ જહેમત હાથ ધરી છે તેવી જ રીતે જામનગર જિલ્લામાં પણ હજુ વધુ એક કેન્દ્ર લાલપુરમાં કાર્યરત થાય તે માટે પણ સાંસદ પૂનમબેન માડમ પ્રયત્નશીલ છે.

જામનગર-ધ્રોલ, જામજોધપુર તાલુકામાં કપાસની ટેકાના ભાવે ખરીદીની વધુ વ્યવસ થાય તેમજ જોડિયા તાલુકાના ખેડૂતો માટે પણ વ્યવસથા થાય તે માટે જનપ્રતિનિધિઓ, ખેડૂતો, કાર્યકર્તાઓની રજૂઆતો મળતા તે રજૂઆતને ગંભીરતાી લઈ સંસદસભ્ય પૂનમબેન માડમએ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ભલામણ કરી ધ્રોલ-જોડિયા તાલુકાના ખેડૂતો માટે વધારાના બે કેન્દ્રો તેમજ જામજોધપુર તાલુકાના ખેડૂતો માટે વધારાનું કેન્દ્ર નરમાણામાં કાર્યરત કરવા જણાવ્યું હતું.

આ ભલામણના પગલે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટે વધુ કેન્દ્રો મંજૂર થયા છે, જે નજીકના સમયમાં કાર્યરત થનાર છે. જેથી લગત વિસ્તારા ખેડૂતોને કપાસ વેંચવા માટે ખૂબ જ સાનુકૂળ સાથે રાહતરૂપ બની રહેશે. ઉલ્લ્ખનીય છે કે, જામનગર તાલુકો વિસ્તારની દૃષ્ટિએ મોટો હોય, તાલુકામાં એક જ કપાસ વેંચાણ કેન્દ્ર હતું અને સાંસદ પૂનમબેન માડમની જહેમતી વધુ ત્રણ કેન્દ્રો કાર્યરત થયા છે.

જિલ્લાના ખરીદી કેન્દ્રો પર બી ગ્રેડનો કપાસ ખરીદો: માડમ

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જામનગર જિલ્લામાં નિયત કરાયેલા ખરીદ કેન્દ્રો પર ખેડૂતો કપાસનો જથ્થો ટેકાના ભાવથી વેંચાણ કરવા જાય ત્યારે ગ્રેડેશન કરવામાં આવે છે અને “બી” ગ્રેડનો જથ્થો જણાય તો ખરીદાતો નથી તેથી ખેડૂતોને નિરાશ થવું પડતું હોવાની રજૂઆતો સંસદસભ્ય પૂનમબેન માડમને મળી હતી.

જેની ગંભીરતા લઈને જે રીતે રાજકોટ જિલ્લાના ખરીદ કેન્દ્રો ઉપરથી “બી” ગ્રેડનો જથ્થો નિયત કરાયેલી કિંમતે ખરીદવામાં આવે છે, તે મુજબ જ જામનગર જિલ્લામાં ખરીદ કેન્દ્રો દ્વારા પણ “બી” ગ્રેડ કપાસનો જથ્થો નિયત કરેલા ભાવ મુજબ દરેક ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદવામાં આવે તે માટે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સંસદસભ્ય પૂનમબેન માડમે ખેડૂતોના હિતમાં ભારપૂર્વક ભલામણ કરી છે.

Loading...