Abtak Media Google News

ખસરા અને ‚બેદા નામના મહામારી રોગથી બચવા એમ.આર.રસીકરણ અભિયાન છેલ્લા ૪૦ વર્ષથી દુનિયાભરમાં ચાલી રહ્યું છે. ભારત દેશમાં પણ ઘણા વર્ષોથી બાળકોને આ રસિકરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ખસરા અને ‚બેલાના અધિકતમ રોગ ૧૫ વર્ષ સુધીના બાળકોમાં વધુ જોવા મળે છે. જેને કારણે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે એમ.આર.રસીકરણ-૨૦૧૮ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં નવ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને રસિકરણનો કાર્યક્રમ ૧૫ જુલાઈ રવિવારથી શુભ પ્રારંભ થશે.

ઓખા મંડળમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.મનીશભાઈ કામાડીની આરોગ્ય ટીમ દ્વારા આ અભિયાન સ્કૂલો, સરકારી આરોગ્ય કેન્દ્રો, ઓખા હર્બલ સેન્ટર તથા સ્વાસ્થ્ય કેન્દ્રો યોજવામાં આવશે.

આ અભિયાન ૩૦ દિવસ સુધી ચાલશે તો આ અભિયાનમાં ઓખા મંડળના નવ માસથી પંદર વર્ષ સુધીનાતમામ બાળકોએ રસીકરણના ટીપા લેવા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈએ ખાસ અનુરોધ કરેલ છે. ઓખાના સામાજીક કાર્યકર હરેશભાઈ ગોકાણી અને વિશાલભાઈ પીઠીયાએ ઓખા મંડળની દરેક સેવાકીય સંસ્થાઓ કાર્યકરોએ આ અભિયાન ૧૦૦ ટકા સફળ બનાવવામાં મદદ‚પ થવા વિનંતી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.