Abtak Media Google News

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા માંથી દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ

જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના  માણસો ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર સુભાષનગર મુનીડેરી ચોકમાં મારૂતિ ઇકકો ૠ.ઉં.૦૪-ઉઅ-૨૧૫૦ માં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને આવવાની છે. અને તે દારૂનો જથ્થો ઇન્દ્રજીતસિંહ વાળાને આપવાનો છે. તેવી હકિકત મળતા  પંચો સાથે સદરહું બાતમી વાળી જગ્યા એ વોચમાં રહેતા મોડી રાત્રીના  મુની ડેરી ચોકમાં ૠ.ઉં.૦૪-ઉઅ-૨૧૫૦  નંબર ની ઇકકો આવતા અને તે માંથી ત્રણ ઇસમો દારૂની પેટીઓ ની હેરાફેરી કરતા જેથી તુરતજ તેઓ ને પકડી લઇ તેઓના નામ સરનામા પુછતા (૧)  મુકેશભાઇ મીઠાભાઇ ઢાપા/કોળી ઉવ. ૩૨ રહે. ઇન્દીરાનગર ભરવાડ શેરી ભાવનગર (ર) ઇન્દ્રજીતસિંહ વેલુભા વાળા ઉવ. ૩૫ રહે. આંબાવાડી મુનીડેરી પ્લોટ નં-૧૦૮૧ ભાવનગર (૩) હિતેષભાઇ ચિથરભાઇ કુવાડીયા ઉવ. ૨૫ રહે. ચિત્રા રાજનગર નેક્ષા શો રૂમની સામે ભાવનગર વાળાઓ મળી આવતા તેના કબ્જા ભોગવટાની ઇકકો ગાડી માંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડનો જથ્થો કુલ બોટલ નંગ-૧૫૦ ની કુલ કિ.રૂ. ૧,૪૧,૩૪૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ ૧૩,૫૦૦/- તથા એક મારૂતી ઇકો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ મુ માલ રૂ.૩,૫૪,૮૪૦/- નો રાખી મળી આવતા તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઈં/ઈ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા  વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.