શાસ્ત્રી મેદાન પાસેથી બાળ અપરાધી સહિત ત્રણ વાહન ઉઠાવીગીર ઝડપાયા

59

એક વર્ષમાં જુદા જુદા વિસ્તારમાંથી સાત જેટલા ટુ વ્હીલ હંકારી ગયાની કબુલાત

શહેરમાં છેલ્લા એકાદ વર્ષમાં જુદા જુદા વિસ્તારમાંથી સાત જેટલા ટુ વ્હીલની ચોરીના ગુનામાં સંડોવાયેલા બાળ અપરાધી સહિત ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી સાત બાઇક કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ ગામના સમીર યુનુસ શમા, અર્જુન બાબુ માખેલા અને એક બાળ અપરાધીની શાસ્ત્રી મેદાન પાસેથી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, ફિરોજભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

ત્રણેયની પૂછપરછ દરમિયાન તેઓએ એક વર્ષ દરમિયાન મોરબી રોડ, કેકેવી હોલ, શાસ્ત્રી મેદાન, જામનગર રોડ, ઇન્કમ ટેકસ ઓફિસ પાસેથી સાત જેટલા બાઇકની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે સાત બાઇક કબ્જે કર્યા છે. મોજ શોખ માટે બાઇકની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Loading...