કોરોનાને ભરી પીવા ત્રણ પ્રકારની હોસ્પિટલો ઉભી કરાશે!

85

વાયરસને કાબૂમાં લેવા દેશભરમાં સઘન સારવાર વ્યવસ્થા ઉભી કરવા યુઘ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાશે

ભારતમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે દેશભરમાં સઘન સારવાર વ્યવસ્થા માટે યુઘ્ધના ધોરણે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. સરકારે કોરોનાના દર્દીઓની સારવાર માટે ૩ સ્તરની હોસ્૫િટલોમાં વ્યવસ્થા તંત્રની ગોઠવણ કરી છે. જેમાં ૧-કોવિડ કેર સેન્ટરકે જયા પ્રારંભિક તબકકાના અમે ખુબ ઓછી સંક્રમીત અવસ્થાના દર્દીઓની સારવાર કરવામાં આવશે.

કોવિંદ હેલ્થ સેન્ટર કે જયાં ગંભીર સ્થિતિ માં સંક્રમિત થયેલા દર્દીઓને રાખવામાં આવશે.

કોવિંદ હોસ્પિટલ કે જયાં અતિ ગંભીર અને અંતિમ સ્ટેજના પોઝીટીવ દર્દીઓ માટે આધુનિક સાધન સુવિધા અને વિશ્ર્વસ્તરની વ્યવસ્થા ગંભીર દર્દીઓ માટે પુરી કરવામાં આવી છે.

મંગળવારે આરોગ્ય મંત્રાલયે રાજય સરકાર અને જીલ્લા પ્રશાસન માટે કોરોનાની સારવાર માટે આંતર માળખાકિય સુવિધાના સંચાલન માટે એક માર્ગદર્શિક જાહેર કરી હતી. જેમાં કોવિંડ-૧૯ ની સંક્રમીણ દર્દીની સારવાર અને સઁપૂર્ણ સુવિધા ઉભી કરવાના નિર્દેશો આપ્યા હતા. આ દિશા નિર્દેશ કેન્દ્ર, રાજય સરકાર ઉપરાંત ખાનગી હોસ્પિટલને પણ લાગુ પડશે દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણની દહેશતના પગલે સરકારે આગોતરુ આયોજન શરૂ કરી દીધું છે. અત્યારે દેશમાં આરોગ્ય જાળવણી માટે મહત્તમ સુવિધાઓ ઉભી કરવી અને સારવારના સ્ત્રોત સઘન બનાવવા જરુરી છે. સંક્રમિત તમામ દર્દીઓને એક એક દર્દીઓને આઇસોલેટ કરવાની વ્યવસ્થા આવશ્કય બની છે.

કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકામાં ત્રણેય શ્રેણી કોવિંદ કેર સેન્ટરમાં જરુરી વ્યવસ્થાની તમામ સુવિધાઓ દર્શાવવામાં આવી છે. કોવિંદ કેર સેન્ટરનું નિર્માણ માટે હોસ્ટેલ કે શાળા સંકુલો અને કોવિંડ હેલ્થ સેન્ટરને હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થા સાથે અંદર આવવાની અને બહાર જવાની અલાયદી વ્યવસ્થાથી સંક્રમિત દર્દીઓના ચેપનું જોખમ ઘટાડવાની બાબત ખાસ ઘ્યાને રાખવામાં આવી છે. સંક્રમિત દર્દીઓ માટે આ કેન્દ્રોમાં વેન્ટિલેટર અનેઓકિસજનની સુવિધાઓ રાખવામાં આવશે.

ત્રીજા પ્રકારની વ્યવસ્થા ડેલીકેટેડ કોવિંડ હોસ્પિટલમાં ગંભીર માંદગીમાં સપડાયેલા દર્દીઓ ની જ સારવાર કરવામાં આવશે. પૂર્ણ કક્ષાની આ હોસ્પિટલોમાં તમામ બ્લોક આઇસીયુ, વેન્ટિલેટર અને પ્રત્યેક પથારી પર ઓકિસજન શંકાસ્પદ અને પોઝિટીવ દર્દીઓની અલાયદી વ્યવસ્થાના વિસ્તારો અને પ્રકારના દર્દીઓ ને કોઇપણ સંજોગોમાં સાથે ને રાખવાની ખાસ હિમાયત કરવામાં આવી છે. ડેલીકેટેડ કોવિડ હોસ્૫િટલ, કોવિડ સેન્ટર હેલ્થ સેન્ટર અને કોવિંડ કેર સેન્ટર માટે રેફરલ કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે અને કોવિડ હેલ્પ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર જરુરી સુવિધાઓ સાથે સંક્રમણ કાબુમાં રાખવાના નિર્ણયની કડક અમલવારી કરાવશે.

સત્તાવાર રીતે મળેલા આંકડાઓમાં એવું સ્પષ્ટ દેખાયું છે કે ૭૦ ટકા થી વધુ સંક્રમિત દર્દીઓ ખુબ ઓછા લક્ષણો ધરાવે છે. આવા દર્દીઓ માટે કોવિંડ કેર અને હેલ્થ સેન્ટર અસરકારક સારવાર માટે ઉપયોગ બની શકે.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સારવાર માટે ૩ પ્રકારની સુવિધાઓમાં કોવિંડ કેર સેન્ટર કોવિડ હેલ્થ સેન્ટ અને ડેલીકેટક હોસ્પિટલની ૩ અલગ અલગ શ્રેણીના વર્ગીકરણથી સંક્રમીત અને ગંભીર પ્રકારના દર્દીઓને ઓળખીને જે દર્દીઓને જેવી સારવાર આપવાનું પ્રયોજન છે.

પ્રારંભિક શરદી, ઉઘરસ જેવા સામાન્ય લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે કોવિંડ કેર સેન્ટર માં સારવાર કરવામાં આવશે બીજા તબકકામાં અને કોરોના શંકાસ્પદ સંક્રમણની ઝપટમાં આવી ગયેલા દર્દીઓને કોવિંડ હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવશે જયારે પોઝિટીવ અને ગંભીર તબકકામાં પહોંચી ગયેલી દર્દીઓને ડેલીડેટ કોવિંડ હોસ્પિટલમાં કે જયાં આવક જાવકના અલગ અલગ પ્રવેશ દ્વાર સંક્રમિત દર્દીઓને તદ્દન  અલગ રાખવાની વ્યવસ્થા, વેન્ટિલેટર સહીતની સુવિધાઓ અને ખાટલે ખાટલે ઓકિસઝન સ્પલાય જેવી સઁપૂર્ણ માળખાકિય વ્યવસ્થા પ્રદાન કરવામાં આવશે.

દેશમાં આવનાર દિવસોમાં કોરોના સંક્રમણ ના વાયરા વધુ લોકોને સંક્રમિત કરે તેવી પરિસ્થિતિમાં સામાન્ય, મઘ્યમ અને ગંભીર દર્દીઓની સારવારમાં એક જગ્યાએ કુચે ન મથવું પડે તે માટે ત્રણ વર્ગમાં હોસ્પિટલો ઉભી કરવામાં આવી રહી છે સામાન્ય લક્ષણ ધરાવતાં દર્દીઓ શંકાસ્પદ દર્દીઓ અને પોઝિટીવ દર્દીઓ માટે રોગના તબકકા મુજબ જરુરી સાધન સુવિધા સાથે અલગ અલગ કેન્દ્ર વ્યવસ્થા  થકી આ મહામારી સામે અસરકાર રીતે લડત આપી શકાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ત્રણ પ્રકારના સારવાર કેન્દ્રો ઉભા કરવા નિર્દેશ જારી કર્યો છે.

Loading...