Abtak Media Google News

વડોદરામાં પડેલા ભારે વરસાદની ટ્રેન વ્યવહાર પર માઠી અસર પડી હતી. સૌરાષ્ટ્રથી મુંબઇ તરફ જતી ત્રણ ટ્રેનને સુરેન્દ્રનગર પાસે અટકાવી દેવામાં આવી હતી. તો બે ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. પરિણામે મુસાફરોની હાલત કફોડી બની હતી. સુરેન્દ્રનગરથી જ સૌરાષ્ટ્રના મુસાફરોને પરત મોકલી આપવામાં આવ્યા હતા.

વડોદરામાં ભારે વરસાદના કારણે શહેરના એક લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે અને ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. વરસાદના પગલે વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું છે. વડોદરામાં ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ કરાઈ છે.

આજે ગુરૂવારે વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.