ધ્રાંગધ્રા નજીક યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

કારમાં આવેલા અજાણ્યા શખ્સો આડેધડ ગોળીબાર કરી ફરાર: માલધારી સમાજ દ્વારા હાઇ-વે પર કરાયો ચક્કાજામ

અમદાવાદ-કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રાં નજીક માલધારી યુવાન પર કારમાં ઘસી આવેલા શખ્સોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી ભાગી જતા રોષે ભરાયેલા માલધારી સમાજ હાઇવે પર એકઠો થઇ ગયો હતો અને ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી હતી. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાં નજીક ધ્રમઠ ચોકડી પાસે કારમાં ઘસી આવેલા અજાણ્યા શખ્સોએ માલધારી યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી જતા ગંભીર રીતે ઘવાયેલા માલધારી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

માલધારી યુવાન પર આડેધડ ફાયરિંગ થયાની ઘટનાની વાત વાયુવેગે પસરતા ધ્રુમઠ ચોકડી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજ એકઠો થઇ ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોના થપા લાગી ગયા હતા. ધ્રાંગધ્રાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવી ફાયરિંગ કરી ભાગી છુટેલા શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

Loading...