Abtak Media Google News

૧૪૭૬ બોટલ દારૂ, એકટીવા, મોબાઈલ મળી રૂ.૫,૨૪,૩૦૦ના મુદામાલ સાથે એક મહિલા સહિત ૧૧ની ધરપકડ.

શહેરના મોરબી રોડ પર આવેલા સોહમનગરમાં મકાનમાં, જંગલેશ્ર્વરમાં અને મનહરપરામાં શહેર પોલીસે વિદેશી દારૂનો દરોડો પાડી ૧૪૭૬ બોટલ દારૂ, એક એકટીવા અને ચાર મોબાઈલ મળી કુલ રૂ.૫,૨૪,૩૦૦નો મુદામાલ કબજે કરી એક મહિલા સહિત ૧૧ શખ્સોને ઝડપી લીધા છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના મોરબી રોડ પર આવેલા સોહમનગર મેઈન રોડ પર રહેતો પંકજ વાવડીયાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી બી ડીવીઝન પીએસઆઈ એમ.એફ.ડામોરને મળતા સ્ટાફ સાથે દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની ૧૩૦૮ બોટલ, એક એકટીવા અને ચાર મોબાઈલ મળી કુલ રૂ.૪,૬૨,૮૦૦નો મુદામાલ કબજે કરી મકાનમાંથી પંકજ પોપટ લાવડીયા, સહેજાદ હનીફ જુલાણી, ગોપાલ ધીરૂભાઈ બાંભણીયા, આશીષ ભાવેશભાઈ, જાવીદ ઈબ્રાહીમ દાઉદાણી, ઈમરાન હનીફભાઈ પડીયા અને સોહીલ મહમદ પારેખ નામના શખ્સોને ઝડપી લીધા છે.

જયારે બીજો દરોડો ભકિતનગર પીએસઆઈ ડી.એ.ધાંધલ્યા સહિતના સ્ટાફે જંગલેશ્ર્વરમાં રહેતી રૂકશાનાના મકાનમાં દરોડો પાડી રૂ.૪૫ હજારની કિંમતની વિદેશી દારૂની ૧૧૩ બોટલ સાથે રૂકશાના ભીખુભાઈ પઠાણ અને ઈમ્તીયાઝ ભીખુભાઈ પઠાણને ઝડપી લીધા છે. જયારે ત્રીજો દરોડો ક્રાઈમ બ્રાંચના એએસઆઈ જે.આર.રાણાએ ભાવનગર રોડ પર આવેલા મનહરપરા શેરી નં.૪માં ભાવેશ ધનજી દેત્રોજાના મકાનમાં પાડી રૂ.૧૬ હજારની કિમતની વિદેશી દારૂની ૫૫ બોટલ સાથે બુટલેગરને ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.