Abtak Media Google News

ધોરાજીના જામવાડના તરૂણ અને રાજકોટની મહિલા અને પ્રૌઢનો રિપોર્ટ પોઝીટીવ: ૨૫ દર્દીઓ સારવાર હેઠળ

સૌરાષ્ટ્રભરમાં ઠંડીના પ્રમાણની સાથે સ્વાઈનફલુનો કહેર પણ યથાવત રહ્યો છે. નવા વર્ષની શરૂઆત સાથે જ સ્વાઈનફલુના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સ્વાઈનફલુ બે દર્દીઓનાં મોત બાદ વધુ ત્રણ દર્દીઓનાં સ્વાઈનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

સૌરાષ્ટ્રભરમાં નવા વર્ષની શરૂઆતથી જ સ્વાઈનફલુએ પોતાની પકડ જમાઈ હોય તેમ દિન પ્રતિદિન સ્વાઈનફલુના દર્દીઓમાં વધારા સાથે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય તંત્રના સઘન પ્રયાસો છતા પણ સ્વાઈનફલુ પર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી રહી છે. સાથો સાથ આમ જનતાને પણ પોતાના સ્વાસ્થયની સંભાળ માટે ઉચ્ચારણો આપવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રભરમાં સ્વાઈન ફલુ દર્દીઓ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ધોરાજીના જામવાડ ગામના ૧૭ વર્ષિય તરૂણનો રિપોર્ટ પોઝીટીવ આવતા જેને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.જયારે રાજકોટના ઘંટેશ્વરપાર્ક વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષિય મહિલા અને કાલાવાડ રોડ પર રહેતા ૫૭ વષિય પ્રૌઢના સેમ્પલનો રિપોર્ટસ્વાઈન ફલુ પોઝીટીવ આવતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

૨૦૧૯ની શરૂઆતથી હાલ સુધી રાજકોટ તથા આસપાસના જિલ્લાઓ અને ગામમાં ૩૯ સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ૬ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજયા છે. જેમાં રાજકોટમાં ૧૩ કેસ નોંધાયા છે. જયારે ૨ દર્દીઓનાં મોત નિપજયા છે. રાજકોટ આસપાસનાં ગામમાં પણ ૧૩ કેસ નોંધાયા છે. જેમાં ૨ દર્દીઓનાં મોત નિપજયા છે. અન્ય જિલ્લાઓમાંથી પણ ૧૩ દર્દીઓનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. જેમાં પણ ૨ દર્દીઓનો સ્વાઈન ફલુએ ભોગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.