Abtak Media Google News

આરોપીઓ ફાયરીંગ અને ખંડણી માંગવાના ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું

આટકોટ નજીક કારમાંથી દેશી તમંચો મળી આવતા પોલીસે ૩ શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરતા આરોપીઓ ગઢડા ગામે ફાયરીંગ અને ખંડણીના ગુનામાં નાસતા ફરતા હોવાનું માલુમ પડયું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ આટકોટ પોલીસ સ્ટેશન નજીક કારમાંથી દેશી તમંચો મળી આવતા પોલીસે કાર સવાર મંગળુભાઈ દાદભાઈ ભીસરીયા, રાજુભાઈ અનકભાઈ ખાચર અને ભગીરથભાઈ વીકુભાઈ ખાચરને પકડી પાડયા હતા. પોલીસે ત્રણેય શખ્સોની પુછપરછ કરતા તેઓ ગઢડામાં કોન્ટ્રાકટર પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી માંગવાના તેમજ ફાયરીંગ કરવાના ગુનામાં નાસતા ફરતા હોવાનું માલુમ થયું હતું. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.