રાણાવાવના નામચીન રાજશી મેર પાસેથી વધુ ત્રણ રિવોલ્વર અને એક તમંચો કબ્જે

ગોપાલપરાનાં એભા ચાવડા પાસેથી દસેક માસ પહેલા ખરીદ કર્યાની કબુલાત

જામનગર પોલીસના હાથે હથીયાર સાથે ઝડપાયેલા રાણાવાવ પંથકના ભોરાસર ગામના શખ્સ પાસેથી પોરબંદર એલ.સી.બી.એ વધુ ચાર હથીયાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાણાવાવ તાલુકાના ભોરાસર ગામે રાજશી માલદે ઓડેદરા નામના શખ્સને હથીયાર સાથે જામનગર પોલીસે ઝડપી લેતા તેની પ્રાથમિક તપાસમાં કુતિયાણા પોલીસ મથકના હથીયારના ગુનામાં પોરબંદર એલ.સી.બી. એ ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઈ પૂછપરછ હાથ ધરી હતી.પોરબંદર એલસીબી પીએસઆઈ એન.એમ.ગઢવી, એએસઆઈ રામભાઈ ડાકી જગમાલભાઈ વરૂ, રમેશભાઈ જાદવ, બટુકભાઈ વિઝુડા એચસી રવિન્દ્રભાઈ ચાંઉ, ગોવિંદભાઈ મકવાણા, પીસી દિલીપભાઈ મોઢવાડીયા, વિજય જેન્તીલાલ રવિરાજ બારડ, કરશનભાઈ મોડેદરા અને લીલાભાઈ દાસા નાઓ રોકાયેલ હતા.રાજશી ઓડેદરાએ પીસ્ટલ, બે રિવોલ્વર અને તમંચો મળી રૂ.૩૧ હજારના હથીયાર કાઢી આપતા આકરી પૂછપરછમાં આ હથીયાર રાણાવાવના ગોપાલપરાનાં એભા ઉર્ફે ભના જેઠાચાવડાએ આપ્યાનું ખૂલતા પોલીસ તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Loading...