Abtak Media Google News

રાજયભરમાં ચકચાર જગાડનાર ભાડેરના પટેલ પ્રૌઢની હત્યામાં સીઆઇડી ક્રાઇમ ધરપકડ કરે તે પહેલાં આગોતરા જામીન મળ્યા

ધોરાજી નજીક ભાડેર ગામના પટેલ પ્રૌઢની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ શખ્સોના ધોરાજી સેશન્સ કોર્ટ દ્વાર આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાડેર ગામમાં ખેતીની જમીન વાવવા માટે આપવાના પ્રશ્ર્ને મુસ્લિમ યુવાનની થયેલી હત્યા બાદ બદલો લેવા પટેલ પ્રૌઢની હત્યા થતા સમગ્ર રાજયમાં ઘેર પ્રત્યાઘાત પડતા સરકાર દ્વારા સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવી હતી અને મુખ્ય સુત્રધારને એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ભાડેર ગામમાં પંદર જ દિવસમાં મુસ્લિમ અને પટેલ પ્રૌઢની થયેલી હત્યાના પગલે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસની ઢીલી નિતિ અંગે આક્ષેપ થતા સરકાર દ્વારા સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવી હતી.

પટેલ પ્રૌઢની હત્યાના ગુનામાં મુખ્ય સુત્રધાર જુસબ અલ્લારખા સાંઘને બોટાદ પાસેથી એટીએસની ટીમે ધરપકડ કરી તેની પાસેથી ઘાતક હથિયાર કબ્જે કર્યા હતા. જુસબ અલ્લારખાની સાથે પટેલ પ્રૌઢની હત્યાના ગુનામાં સંડોવાયેલા ભાવસંગજી જીતુભા વાઘેલાએ પોતાની પોલીસ ધરપકડની દહેશતે ધોરાજી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા તેમના બચાવ પક્ષના એડવોકેટ મનિષભાઇ પાટડીયા અને વિમલભાઇ ભટ્ટની ધારદાર દલીલ અને વિવિધ અદાલતના ચુકાદા રજુ કરતા ધોરાજી કોર્ટે ભાવસંગજી વાઘેલાના આગોતરા જામીન મંજુર કર્યા હતા.

Img 20191022 Wa0155C

ભાવનસંગજી વાઘેલાના આગોતરા જામીન મંજૂર થયા બાદ ભાડેરના જયવંતસિંહ ઉર્ફે જયુભા જીતુભા વાઘેલા, પૃથ્વીરાજસિંહ ભાવસંગજી વાઘેલા અને ક્રિપાલસિંહ ઉર્ફે દિગ્વીજસિંહ જયવંતસિંહ વાઘેલાએ આગોતરા જામીન મેળવવા ધોરાજી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા ન્યાયધીશ દવેએ ત્રણેયના આગોતરા જામીન મંજુર કર્યા છે.

બચાવ પક્ષે એડવોકેટ તરીકે રાજકોટના જાણીતા એડવોકેટ મનિષભાઇ પાટડીયા,  વિમલભાઇ ભટ્ટ ,માલવીભાઇ અને પંકજભાઇ મૂલીયાઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.