Abtak Media Google News

રાજ્યભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વધુ નવ શખ્સો રાઉન્ડઅપ

મુખ્ય સુત્રધારને મુંબઈ જવા મદદગારી કરનારા શખ્સને ઉઠાવી લેવાયો

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર રાપરના ધારાશાસ્ત્રીના હત્યા પ્રકરણમાં આજે ચોથા દિવસે પણ અંજપા ભરી પરિસિૃથતિ જોવા મળી રહી છે.  મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નાથી. બીજી તરફ જિલ્લામાં ઠેર ઠેર દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ ત્રણ શખ્સોને સકંજામાં લીધા છે.

ચાર દિવસ પૂર્વે દેવજીભાઈ મહેશ્વરીને છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવાય હતી. રાપર લુહાર સમાજનવાડીના કેસ બાબતે આ બનાવ બનવા પામ્યો હતો. જો કે, આરોપીઓની પૂછતાછ બાદ સત્ય હકીકતો સામે આવે તેમ છે. દરમિયાન આજે મુખ્ય સુત્રાધાર ભરત રાવલને રાપરાથી મુંબઈ ભગાડી જવા બાઈક પર મદદગારી કરનારો એક શખ્સ ઝડપાયો હોવાનું પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલે જણાવ્યું હતું. આજે બપોર સુાધી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો. શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ યાથાવત રાખવામાં આવ્યો છે. ગઈકાલે આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. અત્યાર સુાધી છ ઈસમો પોલીસના શંકજામાં છે ત્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે બે ઈસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. સીટ દ્વારા તપાસ વેગવંતી બનાવવામાં આવી રહી છે. આજે અંજાર તાલુકાના ભીમાસર નજીક દલિત સમાજના યુવાનો દ્વારા રસ્તા પર ટાયર સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેને વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ભુજ, રાપર, ભચાઉ, આડેસર, સામખિયાળી સહિતના હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરીને ચક્કાજામ કરાયો હતો. આરોપીઓને પકડવાની માંગ બુલંદ બની હતી. પોલીસ નાશતા ફરતા ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખના ભાઈની પણ અટકાયત: ભરત પાંચ દિવસના રીમાન્ડ પર

સમગ્ર જિલ્લામાં સનસનાટી ફેલાવનાર  રાપરના ધારાશાસ્ત્રીની હત્યામાં તપાસ તેજ બની છે અને એકપછી એક ખુલાસા થવા પામી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા પંચાયત પ્રમુખના મોટા ભાઈ પ્રવીણસિંહ સોઢાને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે, તો મુંબઈાથી વધુ બે ઈસમોને પણ રાઉન્ડઅપ કરાયા છે. મૂળ ફરિયાદમાં ભરત રાવલ સહિત નવ ઈસમોનો નામો લખાવાયા છે ત્યારે ભરત રાવલની વિધવત ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેના પાંચ દિવસના રીમાન્ડ મંજુર થયા છે.

હત્યા પ્રકરણમાં ફેસબુક પર કોમેન્ટ કરનારની સામે ગુનો

રાપરના વકીલની હત્યા પ્રકરણમાં ફેસબુક પર ખેડોઈના શખ્સે કોમેન્ટ કરતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડોઈના રવિરાજસિંહ જાડેજાએ હત્યા કેસને લગતી વિગતો જાણતો હોવાની નિર્દેશ આપતી કોમેન્ટ કરી હતી. આ બાબત ધ્યાને આવતા દેવજીભાઈના પત્ની મીનાક્ષીબેને અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતુકે,ચાણક્ય શિષ્ય મયુર નામના ફેસબુક એકાઉન્ટ પરાથી દેવજીભાઈ અંગે અનુુચિત પોસ્ટ કરાઈ છે, આ પોસ્ટ પર કોમેન્ટ કરતા પોતે જ જ્જ હોય આૃથવા પોલીસ અધિકારી હોય તે રીતે લખ્યું છે કે, મેઈન આરોપી સીવાયના બાધા છુટી જશે, રાપર મારા મામાનું ગામ છે એટલે મને વાધારે ખબર છે. આ સમગ્ર બનાવમાં આઈપીસી ૧પ૩-એ, પ૦પ- એ,બી પ૦પ,૧ સી હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.