Abtak Media Google News

જંગલેશવર સિવાયના વિસ્તારોમાંથી કોરોનાના પોઝિટિવ કેસો મળી આવતા શહેરભરમાં ફફડાટ: અમીન માર્ગ, ગાયકવાડી અને પુષ્કરધામ પાસે કેવલમ સોસાયટીમાંથી નવા કેસ મળી આવ્યા: રાજકોટ ગ્રામ્યમાં પણ કોરોનાના વધુ ૩ કેસ, જિલ્લામાં આજે ૬ કેસ: સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં એક-એક કેસ નોંધાયો

રાજકોટમાં અત્યાર સુધી માત્ર જંગલેશવર વિસ્તારમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાએ હવે શહેરના અન્ય વિસ્તારોમા પણ પગ પેસારો કરતા શહેરભરમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યો છે. આજે શહેરમાં કોરોનાના વધુ ૩ પોઝિટીવ કેસો નોંધાયા છે. જે તમામ નવા વિસ્તારમાં મળી આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામ્યો છે. શહેરના અમીન માર્ગ, પ્રદ્યુમનનગર અને પુષ્કરધામ પાસે આવેલી કેવલમ સોસાયટીમાં કોરોનાનો પોઝિટીવ કેસ મળી આવ્યા છે આ સાથે શહેરમાં કોરોના પોઝિટીવ સંખ્યા ૮૩ એ પહોંચી જવા પામી છે. જયારે જિલ્લામા કોરોના કેસની સંખ્યા ૧૦૩ પહોંચી જવા પામી છે.

આજે જે ત્રણ નવા કેસો મળી આવ્યા છે તેમાં બે દર્દી અમદાવાદથી આવ્યા હતા. આજે શહેરમાં કોરોનાના જે ત્રણ પોઝીટીવ કેસ મળી આવ્યા છે તેમાં કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સીમાં અર્ચનાબેન કલ્યાણભાઈ અગ્રાવત (ઉ.વ.૨૭), અમીન માર્ગ પર ચિત્રકુટધામમાં જસુમતીબેન લક્ષ્મીદાસ વિષ્ણુ (ઉ.વ.૮૭)નો સમાવેશ થાય છે. આ બંને મહિલાઓ ગત ૨૫મીનાં રોજ અમદાવાદથી રાજકોટ આવી હતી. જયારે બીજો કેસ શહેરનાં જંકશન પ્લોટ, ગાયકવાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે જયાં હસુબેન મુન્નાભાઈ રાઠોડ નામની ૪૨ વર્ષની મહિલાને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ સાથે શહેરમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા ૮૩એ પહોંચી જવા પામી છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. જામવાડી વિસ્તારમાં ૧૮ વર્ષના યુવાનને રાજસની આવતા ટેસ્ટિંગમાં સેમ્પલ મેળવી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા જેનો આજ રોજ વહેલી સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કોટડાસાંગણીના નાનાવડીયા ગામે ૧૮વર્ષની યુવતી પણ કોરોનાગ્રસ્ત જાહેર તા આરોગ્ય વિભાગની ૩ ટિમ તમામ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ક્લોઝ કોન્ટેકટ અને સેનીટાઇઝિંગનું કામ ચાલુ કર્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી ૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ કોરોનાગ્રસ્ત મળી કુલ જિલ્લાના ૧૦૩ કોરોનાના કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ કાલે એક સો પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ રોજ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ગામે વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ગઈ કાલે એક કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ટંકારાના જયનગરના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગે યુવકના સંપર્કમાં આવેલા ૫૪ લોકોને ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં અગાઉ કોરોનાના ત્રણ કેસો નોંધાઇ ચુક્યા છે. આજે ચોો કેસ સામે આવ્યો છે. ગઈકાલે જે પુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં અમદાવાદી  ટંકારાના જયનગરમા આવેલ ભાવેશભાઈ ભાગીયા ઉ.વ. ૩૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના ૫૨ સેમ્પલ નેગેટિવ આવેલ છે. અને એક સેમ્પલ ટેકનિકલ કારણોસર રદ યેલ છે.વધુમા મોરબીના વાવડી રોડ પરના પોઝીટીવ વૃધ્ધાના તમામ ૪ ક્લોઝ કોન્ટેક્ટના રીપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદી તેમના પત્ની અને બે બાળકો સો ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે. હાલ આ પોઝિટિવ કેસ જાહેર તા આરોગ્ય વિભાગે ક્ધટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી નાખ્યો છે અને એસપી, ડે. કલેકટર , આરોગ્ય અધિકારી, ટીડીઓ સહિતના અધિકારિઓએ જયનગર પહોંચયા હતા. હાલ જયનગર ગામે મોરબી પાલિકાની ટીમે પહોંચીને સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે.

આ સો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી ૧૨૦ કોરોનાગ્રસ્ત જાહેર યા છે. વધુ માં બોટાદમાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. બોટાદમાં અત્યાર સુધી ૫૮ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સો પોરબંદર અને અમરેલીમાં પણ કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો યો છે. પોરબંદરમાં અત્યાર સુધી કુલ ૮ અને અમરેલીમાં પણ ૮ કોરોનાગ્રસ્ત લોકો નોંધાયા છે. જ્યારે કચ્છમાં પણ ગઈ કાલે વધુ બે લોકો કોરોના વાયરસની ઝપટે ચડતા બન્નેનાંરિપોર્ટ કોરોનાગ્રસ્ત આવ્યા હતા. આ સો કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૬૮ પર પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.