Abtak Media Google News

સ્કૂલના બોગસ રબ્બર સ્ટેમ્પ, એલસી સર્ટી, પ્રિન્ટર, સ્કેનર અને લેપટોપ કબ્જે

શહેરના સામાકાંઠા વિસ્તારની મનહર સોસાયટીમાંથી એક સપ્તાહ પૂર્વે એક શખ્સ આરટીઓના બોગસ લાયન્સ સાથે ઝડપી લીધા બાદ બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ તૈયાર કરવામાં આવ્યા હોવાનું અને તેની સાથે અન્ય ત્રણ શખ્સોની સંડોવણી હોવાની બહાર આવતા એસઓજી સ્ટાફે ત્રણેયની ધરપકડ કરી સ્કૂલના રબ્બર સ્ટેમ્પ, એલસી, પ્રિન્ટર, લેપટોપ અને સ્કેનર કબ્જે કરવામાં આવ્યા છે.

મનહર સોસાયટીના હિમાન્શુ હસમુખ વાળા નામના શખ્સને બોગસ લાયસન્સ સાથે ઝડપી લીધા બાદ તેની રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં સ્વામી નારાયણ ચોક કૃષ્ણનગરના કનકસિંહ હેમતસિંહ ચૌહાણ, નરશીનગરના રાજેન્દ્ર ઉર્ફે રાજુ નવલ બોરીચા અને જામનગર રોડ નાગેશ્ર્વરના હિતેશ મોતી ચાવડા નામના શખ્સોની ધરપકડ કરી છે.

આરટીઓ એજન્ટ હિતેશ ચાવડાની શ્રીસાંઇ ગુરૂ ઓટો એડવાઇઝર અને રાજેન્દ્ર બોરીચાની પિતૃકૃપા ઓટો એડવાઇઝરની ઓફિસમાંથી એસઓજી સ્ટાફે ૬૭ બોગસ લાયસન્સ, સ્કેનર, પ્રિન્ટર, લેપટોપ, શહેર અને જિલ્લાની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીના નામ-સરનામા વિનાના સ્કૂલના લીંવીગ સર્ટીફિકેટ કબ્જે કરાયા છે.

ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રાઇવીંગના બોગસ લાયસન્સ બનાવતા હોવાનું અને અત્યાર સુધીમાં ૫૦ જેટલા લાયસન્સ બનાવ્યાની કબુલાત આપી છે. આરટીઓ અધિકારી અને કર્મચારીની સંડોવણીની શંકા સાથે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા ત્રણેય શખ્સોના તા.૨૪મી સુધી રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.