Abtak Media Google News

અવકાશમાં ગુરુત્વાકર્ષણના મોજા સંબંધી સંશોધનમાં ભારતીય સંશોધકોનો મહત્વનો ફાળો: નવી શોધથી ખગોળીય ક્ષેત્રે અનેક વિગતો મળશે

અવકાશમાં બ્લેકહોલ સંબંધે સંશોધન માટે આંતરાપ્રીય સંગઠન ‘લીગો’ દ્વારા ઘણા સમયથી સંશોધન ચાલુ છે. અગાઉ ‘લીગો’એ બ્લેકહોલમાં ગુ‚ત્વાકર્ષણનાં મોઝાની હાજરી હોવાનું સંશોધન કરી ખગોળીય ક્ષેત્રે મહત્વની સીધ્ધી હાંસલ કરી હતી હવે આજ ક્ષેત્રે સંશોધકોને ત્રણ કરોડ પ્રકાશ વર્ષ દૂર બે વિશાળ બ્લેકહોલના ગુ‚ત્વાકર્ષણના ત્રીજા મોઝા મળ્યા છે.

લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવીટલ-વેવ ઓર્બ્ઝવેટરી (લીગો) દ્વારા ત્રણ કરોડ પ્રકાશ વર્ષ દૂર બે બ્લેક હોલના જોડાણથી ત્રીજા મોજાને સફળતાથી શોધ્યું હતુ જેની ગઈકાલે સતાવાર રીતે જાણ કરવામાં આવી હતી. આ સંશોધન ૪ જાન્યુઆરી ૨૦૧૭માં નોંધાયું હતુ.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેમની આ શોધ દુનિયામાં એસ્ટ્રોનોની ક્ષેત્રે નવા જ દ્વાર ઉઘાડશે.આ નવું સંશોધન લીગો અમેરિકાના ડીરેકટર્સ દ્વારા હાથ ધરાયેલ સંશોધનનાં બીજા તબકકા હેઠળ થયું હતુ જેની શ‚આત ૩૦ નવેમ્બર ૨૦૧૬માં કરવામાં આવી હતી ગૂ‚ત્વાકર્ષણના મોજાનું પ્રથમ સંશોધન સપ્ટેમ્બર ૨૦૧૫માં હાથ ધરાયા બાદ તેમાં સફળતા પ્રાપ્ત થયા બાદ બીજુ સંશોધન ડીસેમ્બર ૨૦૧૫માં નોંધાયું હતુ. ત્રીજા સંશોધનમાં નવા પત્રોને જર્નલ પીઝીકલ રીવ્યુ લેટર્સમાં સ્વિકારવામાં આવ્યા હતા.

આ સંશોધનો માટે વિવિધ દેશોનાં હજારો સંશોધકોની મહેનત કામે લગાડી હાથ ધરવામાં આવ્યા હતા. એટલું જ નહી ભારતીય વૈજ્ઞાનિકોએ પણ આ ત્રણ તબકકામાં હાથ ધરાયેલ સંશોધનોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ આ મોજાની શોધ કરી હતી.

વિશ્ર્વના વિકસિત દેશોની મદદથી તૈયાર થયેલુ સંગઠન લીગોમાં ભારતીય સંશોધકોએ ગુ‚ત્વાકર્ષણના મોજા શોધવા ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યા છે. સર આઇજેક ન્યુટનનો ગુ‚ત્વાકર્ષણનો નિયમ અવકાશમાં પણ લાગુ પડતો હોવાનું અગાઉના સંશોધનમાં ફલિત થયું હતું. હવે નવુ સંશોધન ખગોળીય ક્ષેત્રે વિજ્ઞાનીકો માટે નવી તકો ઉભી કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.