Abtak Media Google News

સીમા પર વધતા પડકારોની વચ્ચે ભારતીય સેના હવે તેમની મજબૂતાઈ વધારી રહી છે. આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે જેનાથી દુશ્મનોની મુશ્કેલીઓ વધી શકે છે. શુક્રવારે સેનામાં કે. 9 વજ્ર (કોરિયન) અને એમ 777 હોવિત્ઝર (અમેરિકન) તોપ સામેલ કરવામાં આવી છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી જશે.

આ તોપને સામેલ કરવામાટે નાસિકના દેવતાલી તોપખાના કેન્દ્રમાં શુક્રવારે એક સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને આર્મી ચીફ જનરલ બીપીન રાવત પણ સામેલ થયા હતા.

રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ‘કે.9 વજ્ર’ને 4,366 કરોડના ખર્ચે સામેલ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય નવેમ્બર 2020 સુધીમાં પુરૂ થશે. કુલ 100 તોપમાં 10 તોપ પ્રથમ આ મહિનામાં જ સામેલ કરવામાં આવશે. વધુ 40 તોપ નવેમ્બર 2019 અને ત્યારપછીની 50 તોપ નવેમ્બર 2020 સુધીમાં સામેલ કરવામાં આવશે. કે. 9 વજ્રની પ્રથમ રેજીંમેન્ટ જુલાઈ 2019 સુધી પૂરી થવાની અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.