ગુજરાતમાં ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવામાં આવશે : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

90

ભારત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડનાંવિકાસ માટે ફેરસ ફંડફાળવવામાં આવ્યું : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદેશસહગુજરાતમાં આવેલજુદી જુદી ત્રણ દીવાદાંડીનું પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે.

દ્વારકા ખાતે ૪૩ મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે ૩૦મીટર ઉંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે ૪૦ મીટર ઉચાઈની દીવાદાંડી આવેલ છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથી અહી આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઇ શકે તે હેતુથીઆ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરેલ છે.

આદીવાદાંડીમાં વિઝીટર રૂમ, માહિતી માટે  કિઓસ્ક, મેરીટાઇમ અને સ્થાનિક ઇતિહાસ દર્શાવતા LED, ફાઉન્ટેન,  દરિયા કાંઠે વોક- વે, નાણાકીય સહાય,  લેન્ડસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક, બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરીને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે.

આ દીવાદાંડી મરીનનેવિગેશન સિસ્ટમને મદદરૂપ થશે જ સાથેસાથે ટૂરિઝમ માટેનો પણ હેતુ હોઈ, પેનોરેમીક ગેલેરી તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ સાથે અલંગના જહાજ ઉદ્યોગને મદદરૂપ થવા ભારત સરકાર દ્વારા રૂપિયા ૨૧૫કરોડનું ફંડ ફાળવવામાં આવશે.અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડનું વર્ષોથી જમા થયેલ ફેરસ ફંડ ફાળવવામાં આવેલ ન હોતું જેથી તાજેતરમાં સરકાર દ્વારા આ ફેરસ ફંડ ફાળવવા મહત્વનો નિર્ણય કરેલ છે. કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે કાર્યરત થયા છે ત્યારથી અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને ‘ગ્રીન શીપ રીસાયકલ યાર્ડ’ તરીકે વિકસાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને વિશ્વકક્ષાનું ઇકો ફ્રેન્ડલી શીપ રીસાયકલ યાર્ડ બને તથા વિશ્વની તમામ પ્રકારની શીપનું રીસાયકલીંગ થાય તે માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આગામી સમયમાં નેવીના શીપનું પણ અલંગ ખાતે રીસાયકલીંગ થાય તે મુજબની સુવિધાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને ફાળવવામાં આવેલ ફેરસ ફંડનાં ઉપયોગથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ તથા અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડ એસોસિએશન દ્વારા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનાં વિકાસ માટે જુદી જુદી પ્રવૃતિઓહાથ ધરવામાં આવશે જેમાં અલંગ યાર્ડમાં કાર્યરત પ્લોટ ધારક/કંપનીને ISO સર્ટીફીકેશન મેળવવામાં સહાય,પ્લોટ ધારકો/કંપનીને પ્લોટમાં પાકુ ફલોરીંગ બનાવવા સહાય,સમગ્ર અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં અગ્નિશામક પાણી લાઈન, યાર્ડમાં LPG/CNG ની પાઈપલાઈન, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનેબાઉન્ડ્રી વોલતથા સર્વિસ રોડ, સમગ્ર શીપ-બ્રેકીંગ યાર્ડમાં ગટર લાઈન તથા સુએઝટ્રીટમેન્ટ પ્લાન્ટ, નાઈટ વિઝન સાથેના ડીજીટલ સિક્યોરીટી કેમેરા, અકસ્માતે મૃત્યું પામતા કામદારને રૂ. ૫ લાખ સુધીની સહાય, અકસ્માતે કાયમી અપંગતા પામતા મજુરોને રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય, લેબર હાઉસીંગ કોલોની, મજુરો માટે યુનિવર્સલ આઇડેન્ટિટી કાર્ડ સાથે સલામતી વ્યવસ્થા, અલંગ પર ઐતિહાસિક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ,મજુર તાલીમના મોડ્યુલનું આધુનિકરણ, મજુરો માટે કામદાર હોસ્પિટલનાં નિર્માણમાં સહાય વિગેરે કાર્યો આ ફેરેસ ફંડમાંથી હાથ ધરવા  ભારત સરકારનાં શીપીંગ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.

Loading...