Abtak Media Google News

નવસારીના ખેરગામ અને દાહોદના ગરબાડામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની મહેરયથાવત છે. ગઈકાલે સુરતમાં ઉમરપાડામાં અનારાધા ૯ ઈંચ વરસાદ વરસ્યો હતો આજે સવારથી દ. ગુજરાતમાં મોટાભગાના વિસ્તારોમાંકયાંક ધીમીધારે કયાંક ધીંગીધારે મેઘરાજા હેત વરસાસી રહ્યા છે. સવારે બે કલાકમાં ૩૨ તાલુકાનાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સ્ટેટ ઈમરન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતાછેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજયના ૧૨૯ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે

દ. ગુજરાતના ઉમરપાડામાં સૌથી વધુ ૯ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત જાંબુખેડામાં છ ઈંચ, ચીખલીમાં સાડાપાંચ ઈંચ, ગણદેવી, બોડેલી, વાસંદા, બહુવા, વઘઈ,વ્યામાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડામાં ગઈકાલે સાડાત્રણ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જયારે ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં હળવા ઝાપટા પડયા હતા.

આજે સવારથી દ. ગુજરાતમા વરસાદ પડી રહ્યો છે. સવારે છ થી લઈ ૮ વાગ્યા સુધીમાંનવસારીના ખેરગામમાં ૪૦ મીમી,દાહોદના ગરબાડામાં ૩૫ મીમી, વલસાડમાં ૨૦ મીમી, ધરમપૂરમાં ૧૫, મીમી, દાહોદમાં ૧૩ મીમી વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી ૪૮ કલાક દ.. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.