ન્યુ ગાંધીનગર સોસાયટીમાં આયોજિત કેમ્પમાં ૬૦ રકતદાતાઓએ રકતદાન કર્યુ

પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં લોકડાઉન હોવાને લીધે કોઇ જગ્યાએ રકતદાન કેમ્પ ન થવાને લીધે શહેરની સિવિલ હોસ્પિટલ સહીતની બ્લડ બેંકોમાં રકતની ભયંકર અછત ઉભી થયેલ તેવા સંજોગોમાં શહેરના નાનામવા રોડ પર શાસ્ત્રીનગરની પાછળ આવેલી ન્યુ ગાંધીનગર સોસાયટીમાં સતત બે દિવસ સુધી ન્યુ ગાંધીનગર કો.ઓપ. હાઉસીંગ સોસાયટી અને કુબેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સથવારે રકતદાન શિબિરનું આયોજન કરીને સોસાયટીના ભાઇઓ-બહેનો યુવાનો સહિતના ૬૦ રહેવાસીઓએ રકતદાન કરીને ઉમદા નાગરીક ધર્મ બજાવી એકત્ર થયેલ ૧૮ હજાર સીસી બ્લડ જરુરત મંદ દર્દીઓ માટે આપેલ છે સોસાયટી દ્વારા તમામ રકતદાતાઓ માટે સ્મૃતિ ભેટ, બીસ્કીટ કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Loading...