Abtak Media Google News

કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે.

આ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ પણ ઠાર મરાયા છે. હંદવાડાના બાબગંડ વિસ્તારમાં શુક્રવારથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.ઈન્ટેલીજન્સના ઇનપુટ પ્રમાણે આ વિસ્તારમાં એક મકાનમાં ત્રાસવાદીઓ છુપાયેલા હતા.આ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ટેરરિસ્ટ સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

આતંકવાદીઓ હજુ પણ રોકાઇ-રોકાઇને ગોળીબારી કરી રહ્યા છે. આ દરમિયાન CRPFના એક સહાયક કમાન્ડન્ટ સહિત 8 અન્ય સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત પણ થયા હતા. ક્રોસ ફાયરિંગમાં એક નાગરિકના પણ મૃત્યુની ખબર સામે આવી રહી છે

મકાનમાં છુપાયેલા ત્રાસવાદીઓએ અંધાધુંધ ગોળીબારો કરતા 9 સુરક્ષકર્મીઓ ઘાયલ થયા હતા.બીજી તરફ એન્કાઉન્ટર જે જગ્યાએ ચાલતું હતું તેની બાજુમાં જ કેટલાક સ્થાનિક યુવકોએ દેખાવો કરતા સુરક્ષાકર્મીઓએ તેમને ખદેડવાની ફરજ પડી હતી.તંત્રએ આ વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે અને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.