Abtak Media Google News

કથાકાર પૂ.મોરારીબાપુ, કંકુકેસરમાં તથા દેવલમાંના સાનિઘ્યે કાર્યક્રમ ઉજવાશે

આગામી તા.૬, ૭ અને ૮ ડિસેમ્બરનાં રોજ રાજકોટનાં આંગણે રાજપુત વાડી, ૫/૧૫ રણછોડનગર ખાતે ચારણી સાહિત્ય સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાનાર છે જેમાં તા.૬નાં રોજ બપોરે ૨ થી ૩ દીપ પ્રાગટય સાથે પ્રારંભ ત્યારબાદ સાહિત્ય ગોષ્ઠિ-૧ અને રાત્રે વ્યાખ્યાનમાળા, તા.૭નાં રોજ સાહિત્ય ગોષ્ઠિ ૨-૩ અને રાત્રે વ્યાખ્યાનમાળા તેમજ તા.૮નાં રોજ સાહિત્ય ગોષ્ઠિ ૪-૫ યોજાશે. કથાકાર પૂ.મોરારીબાપુ, કંકુકેસરમાં તથા દેવલમાંના સાનિઘ્યે કાર્યક્રમ યોજાશે.ચારણી સાહિત્ય સંગોષ્ઠિ કાર્યક્રમમાં મૂર્ધન્ય વિઘ્વાનો, વ્યાકરણ આચાર્યો તથા કવિઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જેમાં પૂ.ભકતકવિ પાલુભગત (કાળીપાટ), યશવંતભાઈ ગઢવી (જાંબુડા), જોગીદાનભાઈ ગઢવી (બાવળા), નરેશદાન રતનું (કાલાવડ), અલંકાર સમા યુવાન વિઘ્વાનો ધાર્મિક ગઢવી ‘મયુખ’ (જાંબુડા, આનંદભાઈ ગઢવી (બોટાદ), મિતેષદાન ગઢવી (અમદાવાદ) તેમજ રાજસ્થાનથી નરપતદાન આશિયા (સિરોહી), ગિરધરદાન રતનું (બીકાનેર) તથા ભંવરદાન વિઠુ (જૈસલમર) ખાસ ઉપસ્થિત રહેશે.વર્ષોથી મંચનાં માધ્યમથી ચારણી સાહિત્યનો અવિરતપણે પ્રચાર કરનારા કળાધરો જેમાં લાખણશીભાઈ ગઢવી, ગોવિંદભા પાલિયા, શંકરદાન બોક્ષા, મેરાણભાઈ ગઢવી, યોગેશભાઈ ગઢવી, જીતુદાદ ગઢવી, હરેશદાન ગઢવી, દેવરાજ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, કિશોરદાન ગઢવી, રાજભા ગઢવી, કિરીટદાન ગઢવી, રાજુદાન ગઢવી, ભરતદાન ગઢવી, હકાભા ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન વિઘ્વાન વકતા મહેશદાન ગઢવી દ્વારા થશે. કાર્યક્રમનો લાભ લેવા રજીસ્ટ્રેશન માટે મો.નં.૭૩૮૩૮ ૫૪૮૬૧ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.