ડાયાબિટીસની દવા લોન્ચ સામે ત્રણ કંપનીઓને અટકાવાઈ

175

કેડીલા હેલ્થ કેર, માન ફાર્માસ્યુટીકલ, વેસ્ટ કોસ્ટ ફાર્માસ્યુટીકલનો સમાવેશ

ગુજરાતની કોમર્શીયલ કોર્ટ દ્વારા ગુજરાતની ત્રણ કંપનીઓ કે જે ડાયાબીટીશની દવાઓનું નિર્માણ અને તેને લોન્ચ કરવાની કાર્યવાહી કરી રહી છે તેને અટકાવવામાં આવી છે. વાત કરવામાં આવે તો ગુજરાતની કેડીલા હેલ્થ કેર, માન ફાર્માસ્યુટીકલ અને વેસ્ટ કોસ્ટ ફાર્માસ્યુટીકલ દ્વારા ડાયાબીટીશન માટે ટાઈપ-૨ દવાનું નિર્માણ અને તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવવાની હતી તેના પર હાલ કોર્ટે રોક લગાવી દીધી છે.

કોર્ટ દ્વારા એ પણ તાકીદ કરવામાં આવી છે કે, સ્થાનિક કંપની કે જે લીનાગ્લીપ્ટીન નામની દવાનું નિર્માણ અને તેનું વેંચાણ એપ્રીલ ૨૫ સુધી નહીં કરી શકે. કારણ કે, જર્મન ફાર્મા કંપની બોઈરીંગર ઈન્ગ્લીહીમ ફાર્માએ ગુજરાતની ત્રણ કંપનીઓ વિરુધ્ધ તેના પેટન્ટ ઉપયોગ કરવા બદલ કેસ કર્યો હતો. સાથો સાથ કોર્ટ દ્વારા ગુજરાતની ત્રણ કંપનીઓને એ પણ તાકીદ કરવામાં આવી છે કે, તેઓ લીનાગ્લીપ્ટીન મેટોફીન ટેબલેટનું જેનેરીક વર્ઝન પણ તેઓ બનાવી નહીં શકે. જેમાં જર્મન કંપનીનું પેટન્ટ હોય.

જર્મન કંપનીએ કલેઈમ કરતા જણાવ્યું હતું કે, કેડીલા દ્વારા નિકાસ માટે ટેન્ટેટીવ લાયસન્સ યુએસએફડીએ પાસેથી મેળવ્યું છે.જયારે કંપની દ્વારા બીએસઈ અને એનએસઈમાં આ અંગે નોંધણી કરવામાં આવી હતી ત્યારે જર્મન કંપની દ્વારા આરટીઆઈ હેઠળ જે ત્રણ કંપનીઓને લાયસન્સ મળ્યા છે તે અંગેની માહિતી મેળવવા માટે પણ અરજી કરવામાં આવી છે.કોમર્શીયલ કોર્ટના જજ મુલચંદ ત્યાગી દ્વારા ગુજરાતની તમામ ત્રણ કંપનીઓને નોટિસ ફટકારતા તેઓને એપ્રીલ ૨૫ સુધીમાં જવાબ આપવા માટેનો પણ આદેશ કર્યો છે.

 

 

Loading...