Abtak Media Google News

રાપરના સેલારી અને અંજારના જૂની દુધઈના યુવકને કોરોના

ભચાઉના જુના કટારીયાની 21 દિવસની બાળકી કોરોના પોઝિટિવ આવતા હાલમાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હાલમાં કચ્છમાં કુલ 65 પર પોઝિટિવ કેસનો આકડો પહોચ્યો છે અને આજરોજ આ નવા 3 કેસથી આગળ શું થસે અને કેટલા વિસ્તારને કોરાંટાઈન કરવા આવશે તે કામગીરી કરવામાં આવી રહી છે.

આદિપુર કોવિડ હોસ્પિટલમાંથી છ દર્દીઓને અપાઇ રજા

સાથે જ સારા સમાચારએ છે કે આજ રોજ આદિપુર કોવિડ હોસ્પિટલમાંથી છ દર્દીઓને અપાઇ રજા છે અને તેઓ સાજા થઈને આ મહામારીના રોગને હરાવેલ છે.

બુઢારમોરાના પાંચ વ્યક્તિઓ તેમજ મેંઘપર બોરિચિના ગાંજાના આરોપીને અપાઈ રજા

ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાંથી સાંજે આદિપુરના વૃદ્ધાને રજા મળશે તેવી માહિતી મળી છે. હવે થી સરકારની નવી ગાઈડલાઇન પ્રમાણે હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ દર્દીઓ સ્વસ્થ થતા સરકારી ગાઈડલાઈન પ્રમાણે અપાઈ રજા અપાઈ
છે.

તેઓને આ મહામારી જેવા રોગને હરાવીને ડિસ્ચાર્જ કરાયેલા લોકો ઉપર ફૂલ ઉડાડી,તાળીઓ વગાડી ડિસ્ચાર્જ કરાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.