Abtak Media Google News

કર્મચારીએ કોમ્પ્યુટરને નુકશાન કરી મારી નાખવાની ધમકીનો  ઉપપ્રમુખે રિપોર્ટ ઓફિસરને કરતા તપાસ અંગે કાર્યવાહી કરવા લેખિત અરજી કરી

ચોટીલા નગરપાલિકા ના કર્મચારીએ નગરપાલિકા ના સમયે કર્મચારીઓ કામગીરી માં હતા તે દરમિયાન એક કર્મચારી કચેરી ખાતે પહોંચી કોમ્યુટર ને તોડફોડ કરી અપશબ્દનો ઉપયોગ કરી ઉપપ્રમુખ ને મારી નાખવાની ધમકી નો ઉપપરમુખે રિપોર્ટ ચીફ ઓફિસર ને કરતા તપાસ અંગે કાર્યવાહી કરવા માટે પ્રાદેશિક કમિશ્નર અમદાવાદ, કલેકટર સુરેન્દ્રનગર, પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર તેમજ ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર ને લેખત અરજી કરવા પામી હતી.

નગરપાલિકા ના સમય દરમિયાન કર્મચારીઓ કામગીરી કરી રહયા હતા તે સમય દરમિયાન હર્ષદકુમાર ભગવતીપ્રસાદ ત્રિવેદી નામના કર્મચારી એ કોમ્યુટર ને ટોળગોડ કરી નુકશાન કરેલ હતું અને ઉપપ્રમુખ ને જાણ થી મારી નાખવાની ધમકી આપ્યા નો રિપોર્ટ ઉપપ્રમુખ જયદીપભાઈ ખાચરે ચીફ ઓફિસર એસ જી.વાઘેલા ને કરવામાં આવતા ચીફ ઓફિસરે પ્રાદેશિક કમિશ્નનર અમદાવાદ, કલેકટરશ્રી સુરેન્દ્રનગર, પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર તેમજ ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર ને તપાસ અંગે કાર્યવાહી કરવા માટે લેખિત અરજી કરવા પામી હતી. તેમજ બીજી બાજુ કર્મચારી હર્ષદભાઈ ત્રિવેદી એ પણ ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર ને લેખિત અરજી કરતા લખ્યું કે પ્રાત: અધિકારી ની કચેરી એ કોઈ કામ અંગે ગયેલ હતો ત્યાં જયદીપભાઈ ખાચર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપભાઈ હકુભાઈ ખાચર, જીજ્ઞેશભાઈ વિરજીભાઈ પલાડીયા તેમજ એક અજાણી વ્યક્તિ સામે આવ્યા બાદ હિતેન્દ્રસિંહે સાથે નગરપાલિકા ના ટેન્ડર બાબતે ચર્ચાઓ કરતા હતા તે દરમિયાન ઉશ્કેરાઈ જઈને ઉપપ્રમુખ જયદીપભાઈ ખાચરે લાફો મારી જાણ ને તને મારી નાખવાનો છે તે કહી અપશબ્દ બોલ્યા અંગે ની લેખિત અરજી ચોટીલા પોલીસ ને કરવામાં આવી હતી.

આ બાબતે નગરપાલિકા કર્મચારી હર્ષદભાઇ ત્રિવેદી એ જણાવ્યું કે પ્રાત: કચેરી બેઠો હતો ત્યારે આ પાંચેય લોકો મારી પાસે આવ્યા હતા તે દરમિયાન ટેન્ડર અંગે ચર્ચાઓ કરી રહયા ત્યારે ઉશ્કેરાઈ જઈને મને ઉપપરમુખે લાફો મારી નારી નાખવાનો હોવાની ધમકી આપ્યા અંગે પોલીસ મા લેખિત અરજી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.