Abtak Media Google News

શિક્ષાપત્રી જયંતી અવસરે શિક્ષાપત્રીનો મહિમા, પૂજન અને પઠન સાથે દેવોના ૧૯૭માં પાટોત્સવ નિમિતે ભવ્ય અભિષેક

મૂળી સ્વામીનારાયણ મંદિરે ચાલતા વચનામૃત પંચાહ કથામૃત દરમ્યાન સંતોના સન્મુખથી હરિરસ માણી સમગ્ર પંથકના હરિભકતો ધન્યતા અનુભવી રહયા હતા સમગ્ર મૂળી પંથકમા ધાર્મિક સભર લાગણી પ્રસરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયમા વસંતપંચમીનુ અનેરૂ મહત્વ હોય વસંતપંચમીના સમૈયામા દુર દુર થી હજારો હરિભકતો ઉમટી પડતા હોય છે સરા હળવદ રણજીતગઢ સહિત ગામોના હરિભકતો પગપાળા મૂળી ધામે આવતા હોય છે શ્રીહરિએ જીવન કેમ જીવવુ તેની શિખ આપતી શિક્ષાપત્રી વસંતપંચમીએ  પ્રગટ કરી હોય તેથી શિક્ષાપત્રીની પ્રાગટય તિથિ હોવાથી વસંત પંચમી ના દિવસે શિક્ષાપત્રીનો મહિમા વર્ણવતા જે લોકો શિક્ષાપત્રીની આજ્ઞા નુ પાલન નથી કરતા તેવા જગતના મનુષ્યો ના જીવનમા આધિ વ્યાધિ અને ઉપાધી રૂપી દુખ તેમને દઝાડયા કરતા હોય છે શિક્ષાપત્રીના પાલનથી પૃથ્વી પરના મનુષ્ય માત્રના જીવનમા વસંતૠતુ સદાય માટે પુર બહારમા ખીલે છે શિક્ષાપત્રી આજ્ઞાનો ગ્રથ ગણાવ્યો હતો દેવોના ૧૯૭ મા વાર્ષિક પાટોત્સવ અતર્ગત દેવોનો વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક સાથે છપ્પનભોગ અને પુજા અર્ચના બાદ વચનામૃત પંચાહ કથામૃત ની પુર્ણાહુતિ સાથે શ્રીહરીની પ્રસાદી મૂળીધામ નો અપાર મહિમા વર્ણવતા સંતોએ મૂળીધામ એ સાચાઅર્થમા અંતિમસમય ની મૂડી ગણાવી આર્શિવચન પાઠવેલ હતા  કોઠારી સ્વામિ વ્રજપ્રસાદજી દેવસ્વામિ સહિત સંતો સાથે હરિભકતો અને મૂળી ક્ષત્રિયસમાજના યુવાનો સહિત પાર્શદો સહિત સૌકોઇ ના સહિયારા પ્રયાસો થકી ફરી એકવખત વસંતના વધામણા કાર્યક્રમ દિપી ઉઠયો હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.