Abtak Media Google News

રાજકોટમાં પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મોત્સવ ઉજવવા તૈયારીઓ ચરમસીમાએ: ૫૦૦ એકરની ભૂમિમાં રચાશે અદ્ભૂત દુનિયા: મહિનાઓ પૂર્વે ૨૦૦૦ જેટલા સ્વયંસેવકો જોડાયા સેવાયજ્ઞમાં: આકર્ષક ૬ પ્રદર્શન ખંડમાંથી ૧ તૈયાર: કલાત્મક મંદિરો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સ્ટ્રકચર ગોઠવાયુ: ગુજરાત સહિત દેશ-વિદેશના ભાવિકો જોડાયા પુરૂષાર્થમાં: ૫૦ સમિતિઓ રચાઈDsc 1649

પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે માધાપર-મોરબી બાયપાસ રોડ ઉપર ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં અદ્ભૂત સૃષ્ટિ રચાશે. ધર્મોત્સવ સ્થળે હજારો હરિભક્તો દિન-રાત જોયા વગર સેવાયજ્ઞમાં જોડાયા છે. ૧૧ દિવસીય ચાલનારા આ કાર્યક્રમને હવે ૧૮ દિવસ આડે છે. ત્યારે લગભગ ૫૦% જેટલી કામગીરી પૂર્ણતાના આરે છે. મહિનાઓથી નગરી સ્થળે ૨૦૦૦ સ્વયંસેવકો સાથે સંતો-મહંતો અને દેશ-વિદેશના ભાવિકો પણ કાર્યરત થયા છે. મહોત્સવમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનનાર ૬ પ્રદર્શન ખંડમાંથી ૧ પ્રદર્શન ખંડ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે.

Dsc 1653ભાવિકોનું મન મોહી લેનાર લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સ્ટ્રકચર ગોઠવાયું છે પરંતુ ફીટીંગ કામગીરી ચાલી રહી છે. આગામી તા.૫ ડિસેમ્બરથી શરૂ થનારા ધર્મોત્સવમાં તા.૧૦,૧૧ અને ૧૨ના રોજ વેદોકત વિધિથી યોજાનાર વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ અનુયાયીઓની ધાર્મિક ભાવના પ્રબળ બનાવશે. રાજ્ય સહિત દેશ-વિદેશના ભાવિકો કામે લાગ્યા છે.Dsc 1664

પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તા.૦૫ ડિસેમ્બરી તા.૧૫ ડિસેમ્બર સુધી ઉજવાનાર ૧૧ દિવસીય આ મહોત્સવમાં લાખો હરિભક્તો ઉમટશે. આ બાબતને લક્ષ્યમાં રાખીને ખૂબ વિરાટ પાયા પર ૫૦ જેટલા સેવા વિભાગોમાં સંતો અને સ્વયંસેવકો દ્વારા સેવાયજ્ઞ થઈ રહ્યો છે.Dsc 1673

આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજની લઈ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો લોકોનાં સેવા અને સમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત વિભાગોમાં દેશ-વિદેશના હજારો હરિભક્તો પોતાનો અમૂલ્ય સમય આપીને જોડાઈ રહ્યા છે.

અહીં કેટલાય ડોકટરો, એન્જિનયરો, ઉધોગપતિઓ, શિક્ષકો વગેરે  કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા આપી રહ્યા છે. કેટલાય કારખાનાના માલિકોએ પોતાના કારીગરો અને મજૂરોને વેતન આપીને મહોત્સવની સેવામાં જોડ્યા છે.Dsc 1677

તદુપરાંત, દેશ-વિદેશમાં ડોકટર, ઈજનેર વગેરનો ઉચ્ચ અભ્યાસ કરેલાસંતો કઠિન પુરુર્ષા અને આયોજની મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓક્સફોર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સીટીઓમાં શિક્ષિત સંતો રોજ ૧૬ થી ૧૮ કલાકો સુધી સેવા કરી રહ્યા છે.

આ મહોત્સવની સેવામાં સંડાસ-બારૂમ સાફ કરવાથી લઈને સ્ટેજ વ્યવસ્થા સુધીના ૫૦થી વધુ સેવા વિભાગોમાં સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકો હોંશે-હોંશે જોડાયા છે. બહેનો નારીશક્તિનો પરિચય આપતાં મહોત્સવ સ્થળને સાફ કરવાની સેવામાં જોડાયા છે. એક દિવસથી લઇ એક વર્ષ સુધીની સેવામાં કોઇપણ જાતની અપેક્ષા વગર સતત અને સખત પુરુર્ષાથ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.Dsc 1669

વડીલોની સાથે નાના બાળકો અને યુવાનોનું પણ મહોત્સવમાં અપાર સમર્પણ રહેલું છે. કેટલાય બાળકોએ રાજીખુશીથી ચોકલેટ, પિઝા જેવી ભાવતી વાનગીઓ અને ફટાકડા વગેરેનો ત્યાગ કરીને, તેમાંથી બચત કરી મહોત્સવમાંયોગદાન આપ્યું છે. ઘણાં યુવાનો મોબાઈલ, કપડાં વગેરે મોજશોખનોત્યાગ કરી નિર્સ્વાથભાવે સેવા કરી રહ્યા છે.Dsc 1666

આ મહોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે૬ જેટલા આકર્ષક પ્રદર્શનખંડો બનાવવામાં આવી રહ્યા છે. કલાત્મક મંદિરો, તદુપરાંત મંત્રમુગ્ધ કરનારો લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સ્ટ્રક્ચર મહોત્સવ સ્થળ પર ખડું કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ નગરમાં મુલાકાતીઓને આવકારતો ભવ્ય કલાત્મક પ્રવેશદ્વારઆકાર લઈ રહ્યો છે. આ મહોત્સવની આતુરતથી રાહ જોઈ રહેલા રાજકોટવાસીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના ભક્તો-ભાવિકોના હૈયા નગની રહ્યા છે.Dsc 1682

સાથે સાથે આ મહોત્સવનું આકર્ષણ હશે વિશ્વશાંતિ મહાયજ્ઞ. તારીખ ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર આ વિશ્વશાંતિ મહાયજ્ઞ પવિત્ર અને વિદ્વાન સંતો તથા બ્રાહ્મણો દ્વારા શાોક્તવિધિથી યોજાશે.રાજકોટના ૭૦૦૦થી અધિક અલગ અલગ પ્રકારના સ્વયંસેવકો સેવાયજ્ઞમાં જોડાવા કટિબદ્ધ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.