Abtak Media Google News

ઠાકોરજી સંગ હોળી કુલડોલ ઉત્સવ મનાવવા

રાજયભરમાંથી એક માસથી અને એક સપ્તાહથી નીકળેલા પગપાળા સંઘ દ્વારકા પહોંચી રહ્યા છે 

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજયભરમાંથી પગપાળા યાત્રાળુઓનાંસંઘ ભગવાન દ્વારકાધીશ સંગ હોળી તેમજ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા અલગ અલગ જગ્યાએથી એક માસથી એક સપ્તાહ સુધીનાં અલગ અલગ સમયથી સતત પગપાળા ચાલતા આવી રહ્યા હોય અનેક સંઘો દ્વારકા પહોચી ગયા છે. અને મોટાભાગના પહોચવાનીતૈયારીમાં છે.

સેંકડો કિલોમીટરની યાત્રા પગપાળા કરી હોવા છતાં પણ ઠાકોરજીના ધામના સીમાડે પહોચતા જ આનંદ ઉત્સાહ સાથે ઢોલ નગારા અને વાંજીત્રો અને સાઉન્ડ સીસ્ટમ સાથે આગવી શૈલીમાં રાસ ગરબા રમતા રમતા પહોચી રહ્યા છે. અને તેમના ચહેરા પણ થાકની જરા પણ લકીરો જોવા મળતી નથી ઠાકોરજીનાં દર્શનનોઉત્સાહ તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે.

Untitled2

૨૦મી તારીખે હોળી અને ૨૧મીએ ધૂળેટીહોય લગભગક તમામ સંઘો આવતીકાલ રાત્રી સુધીમાં દ્વારકા પહોચી જાય તેવું જણાઈ રહ્યું છે. દ્વારકાની તેમજ ઓખામંડળ તેમજ દેવભૂમિ દ્વારકામાં અનેક જગ્યાએ યાત્રાળુઓ માટે રાહત શિબિરો, ભોજન, નાસ્તા પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તેમજ મંદિર, વ્યવસ્થાપન સમિતિ દ્વારા જગતમંદિરમાં પણ પૂરતી સલામતી અને સગવડતા કાજે અલગ અલગ રૂટ છાંયા માટે તંબુઓ, પીવાના પાણી તેમજ પાલીકા દ્વારા સેનીટેશન, પાર્કિંગ વગેરેની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.