Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી નાં જેતપુર રોડ પર પીવા નાં પાણી ની પાઈપલાઈન માં ભંગાણ પડતાં હજારો લીટર પાણી નાં ખાબોચીયા ભરાયા તો હજારો લીટર પાણી રોડ પર ફળી વળ્યુ એક કલાક થી પાણી નિકળી રહયું હોવાં છતાં તંત્ર દ્વારા પાણી બંધ ન કરાયું :

 રાજકોટ જીલ્લાના ધોરાજી નાં જેતપુર રોડ પર ડોક્ટર જાની ની ક્લીનીક પાસે છેલ્લા બે મહીના થી ગેસ ની પાઈપલાઈન નું કામ ચાલતું હોય અને ગોકળગાયની ગતિ એ આ કામગીરી ચાલતી હોય અને મનફાવે તેમ ખોદકામ કરતાં હોય આજુબાજુ ના દુકાન દારો ને ઘણાં સમય થી પરેશાની વેઠવી પડે છે કાદવ કીચડ નો ત્રાસ તો આજરોજ પીવા નાં પાણી પાઈપલાઈન માં ભંગાણ પડતાં હજારો લીટર પાણી નાં ખાબોચીયા ભરાયા તો હજારો લીટર પાણી નો વેડફાટ જોવાં મળ્યો હતો આ પાણી રસ્તા પર વહેતું થયું એક કલાક થી પાણી નિકળી રહયું હોવાં છતાં તંત્ર દ્વારા પાણી બંધ ન કરાયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.