Abtak Media Google News

આગામી તા.૪ને સોમવારે જામનગર ખાતે વિકાસપુરુષ નરેન્દ્ર મોદીની જાહેરસભા: વિદેશમાં બહુમાન ધરાવનાર ગુજરાતના પનોતા પુત્રને સત્કારવા-સાંભળવા લોકો થનગને છે

જામનગર ખાતે તા.૪/૧૨/૨૦૧૭ને સોમવારે દેશના ગૌરવશાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભા યોજાનાર હોય. જામજોધપુર, ભાણવડ, લાલપુર મત વિસ્તારના હજારો મતદારો અને કાર્યકરો સભામાં જવા માટે થનગની રહ્યા છે. દેશના વડાપ્રધાન કરોડો ભારતીયોના મનમાનીતા તો છે જ સાથે સાથે વિદેશમાં પણ તેમનું અનેરું સન્માન થઈ રહ્યું છે ત્યારે જામજોધપુર-લાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાને વિજયી બનાવવા કોલ આપનારા મતદારોને વડાપ્રધાનનું ગૌરવ હોય એ સ્વાભાવિક છે.

આગામી તા.૪ને સોમવારે જામનગર ખાતે બપોર બાદ ૪ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ જાહેરસભાને સંબોધવાના છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૫ વર્ષ દરમિયાન વિકાસની રાજનીતિ કરીને તેના મધુરા ફળ આમ જનતા સુધી પહોંચાડયા એ પછી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેઓ દેશનું વડાપ્રધાનપદ શોભાવી રહ્યા છે.

તેમના ત્રણ વર્ષના શાસનમાં વિકાસલક્ષી અસંખ્ય પગલા લઈને ગુજરાતની જેમ દેશને પણ વિકાસના ગૌરવપથ પર દોડતો કરી મુકયો છે.

નરેન્દ્ર મોદી માત્ર દેશમાં જ નહીં પણ વિશ્ર્વના અનેક દેશોમાં સન્માનનીય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમનું અમેરિકા, રશિયા, જાપાન, ચીન સહિતના દેશોમાં બહુમાન થઈ રહ્યું છે. તેમની વાતને વિશ્ર્વ સ્વિકારી રહ્યું છે. નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિને આખા વિશ્ર્વએ સમર્થન આપ્યું છે જેનું કરોડો ભારતવાસીઓને ગૌરવ છે.

આવા લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના સપુત નરેન્દ્રભાઈ જયારે જામનગર આવી રહ્યા હોય અને હજારો લોકોને સંબોધવાના હોય ત્યારે જામજોધપુર, ભાણવડ અને લાલપુર પંથકના લોકો આ લાભથી કેમ વંચિત રહે ? ઉલ્લેખનીય છે કે જામજોધપુર-લાલપુર બેઠકના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાની તરફેણમાં ગામે-ગામથી તમામ સમાજ-જ્ઞાતિના લોકો ટેકો જાહેર કરી રહ્યા છે ત્યારે આ તમામ સમાજ ચિમનભાઈને ફરી એકવાર વિજય બનાવવા કૃતનિશ્ર્ચયી બન્યો છે અને આ તમામ સમાજના આગેવાનો અને કાર્યકરો સોમવારે નરેન્દ્રભાઈની સભામાં ઉપસ્થિત રહેવા થનગની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.