Abtak Media Google News

સોપાન સાયકલોકિડ્સ અને સક્ષમ સાયકલોથોન માટે સાયકલીસ્ટમાં અનેરો ઉત્સાહ

રાજકોટ મહાનગર પાલિકા તેમજ રાજકોટના સાયકલિસ્ટ માટે ગ્રુપ  સાયકલિંગ,શોર્ટ ડિસ્ટન્સ સાયકલિંગ,લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગ તેમજ બી.આર.એમનું આયોજન કરતી સંસ્થા રાજકોટ રેન્ડોનીયર્સ કે જે ઓડેકસ ઈન્ડિયા રેન્ડોનીયર અને ઓડેકસ કલબ પેરિસિયન,ફાન્સ સાથે જોડાણ ધરાવે છે અને રાજકોટના બાળકો ટીવીઅને મોબાઈલ થી દુર રહી પોતાની જરૂરીયાતના કૌશલ્યોનો વિકાસ કરે તેવા હેતુથી હાલમાંજ શરૂ થયેલ એકોલોન્સ ચિલ્ડ્રન કલબ ના સયુંકત ઉપક્રમે  જીનિયસ ગુ્રપના સહયોગ થી બાળકો માટેની સાયકલિંગ ઈવેન્ટ સોપાન સાયરલોકિડ્સ નું આયોજન આ વર્ષ ના પ્રજાસત્તાક પર્વની  રાજય કક્ષાની ઉજવણી ના ભાગ રૂપે  તારીખ ૧૯ જાન્યુઆરી ના રોજ કરવામાં આવેલ છે. આ વર્ષે આ ઈવેન્ટની મુખ્ય થીમ બંઘારણ પ્રત્યે ની જાગૃતીની રહેશે સાથો સાથ ૧૫ વર્ષથી વધુના વ્યકિત માટે ભારત પેટ્રોલિયમ ના સહકારથી સક્ષમ સાયકલોથોનનું પણ આયોજન તેજ દિવસે કરવામાં આવ્યું છે.

બંને ઈવેન્ટમાં થઈ કુલ ૨૫૦૦થી વધુ સાયકલિસ્ટ ભાગ લેનાર છે.આ ઈવેન્ટમાં ભાગ લેનાર દરેકને ટીશર્ટ,સર્ટિફિકેટ અને આકર્ષક મેડલ આપવામાંઆવશે, તે ઉપરાંત સોપાન સાયકલોકિડ્સમાં લકી ડ્રો દ્વારા વિજેતા થનાર બાળકને અલગ-અલગ ઈનામો પણ આપવામાં આવશે. સોપાન સાયકલોકિડ્સ માં ૮ થી ૧૫ વર્ષના બાળકો બે ગ્રૃપમાં ૮ અને ૧૨ કિમિનું સાયકલિંગ કરશે અને સક્ષમ સાયકલોથોનમાં ભાગ લેનાર  તમામ ૨૫ કિમિનું સાયકલિંગ કરશે, ઈવેન્ટ વિશેના નિયમો અને રૂટ વગેરેની માહિતી તમામ સ્પર્ધકને કીટ સાથે આપવામાં આવેલ છે.

કાર્યક્રમની શરૂઆત મ્યુ ફાઈનાન્સ  બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવશે, કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે તેમજ મોહનભાઈ કુંડારીયા, ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મીરાણી,નીતીનભાઈ ભારદ્વાજ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન  રૂપાણી ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, અશ્ર્વિનભાઈ મોલીયા, દેવાંગભાઈ માંકડ, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, વશરામભાઈ સાગઠિયા, આશિષભાઈ વાગડીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના ફલેગ ઓફ સમયે મ્યુ કમિશ્નરશ્રી ઉદિત અગરવાલ, જિલ્લા કલેકટર  રેમ્યા મોહન,પોલીસ કમિશ્નર મનોજ અગરવાલ,એડીશ્ર્નલ કલેકટર પરિમલ પંડયા ડે મ્યુ કમિશ્નર ચેતન નંદાની ડે પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા અને રવિ મોહન સૈની સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સોપાન ગ્રુપના મનોજ સાકરીયા અને ભાવિન મોણપરા, સાયકલ ઝોનના ધર્મેશ ટાંક અને અમિત ટાંક, બાલાજી વેફર્સના જય સચદેવ દાવત કોલ્ડ્રિંકસના ચેતનભાઈ કલબ વન ફર્નીચરના રાજેશ પરસાણા જયમીનભાઈ ચેતા, વિકાસ સ્ટોવના યશ રાઠોડ, અમૃતા હોસ્પિટલના ડો.મનીષા પટેલ,વી સેલ ઝોનના હાર્દિકભાઈ પટેલીયા, જગુભાઈ પટેલ, ભારત પેટ્રોલિયમના મહેશ કામ્બલે તેમજ મનીષકુમાર ચાવડાનો સહકાર મળી રહ્યો છે.

આ ઈવેન્ટને સફળ બનાવવા માટે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલ ડે મ્યુ કમિશ્ર્નર ચેતન નંદાણી અને જીનિયસ ગુ્રપના ચેરમેન ડી.વી.મેહતાના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો ઓડીનેટર્સ પરાગ તન્ના પરેશ બાબરીયા, વિજય દોંગા શ્રીકાંત તન્ના સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.