Abtak Media Google News

દેશભરમાંથી ૨૦૦૦ બાળકો અને ૪૦૦૦ જેટલા યુવાનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો: અધિવેશનના ફળરૂપે બાળકો-યુવાનોની યાદશક્તિ, લેખન શક્તિ, અભિનય શક્તિ ખીલી ઉઠી

વિશ્વવિખ્યાત સારંગપુર તીર્થના દિવ્યતા સભર વાતાવરણમાં પ.પૂ. મહંતસ્વામીની પ્રેરણાથી તા.૨૮ મે થી ૮ જૂન સુધીના દિવસો માત્ર સારંગપુર મંદિર પરિસર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતવર્ષના ઉજ્જવળ ભવિષ્યની સુવર્ણ આભા લઈને ઊગ્યા હતા. ઇઅઙજ સંસ્થા દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પાવન સ્મૃતિમાં તેઓનો પંચવર્ષીય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વળી, ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃત ને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે.

Dji 0007
DCIM100MEDIADJI_0007.JPG

ત્યારે આ બન્ને મહોત્સવોના ભાગરૂપે સંસ્થાના હજારો બાળકો અને યુવાનો ના એક ભવ્ય અને દિવ્ય અધિવેશનનું આયોજન સારંગપુર ખાતે થયું હતું. સમગ્ર ભારતમાં ઇઅઙજ સંસ્થા દ્વારા સંચાલિત ૮૨૭૮ બાળસંસ્કાર કેન્દ્રોમાંથી૨૦૦૦ જેટલા બાળ-બાલિકાઓ અને ૧૮૨૦યુવાસંસ્કાર કેન્દ્રોમાંથી ૪૦૦૦ જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ગુજરાત ઉપરાંત દિલ્હી, બેંગ્લોર, સિકંદરાબાદ, મુંબઈ, જયપુર, નાગપુર વગેરે સ્થળોએથી પણ સ્પર્ધકો હોંશે-હોંશે આ અધિવેશનમા જોડાયા હતા.

આ અધિવેશનનો હેતુ બાળકો-યુવાનોમા રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો, તેમના જીવનમાં સદ્ગુણો આવે, સંસ્કાર વધે, તથા શિક્ષણમાં તેજસ્વી બનીને પોતાની સારી કારકિર્દી ઘડી શકે. કુટુંબ સમાજ અને દેશની સેવામાં પોતાનું સારું યોગદાન આપી શકે. તેઓ ભવિષ્યમાં સારા વક્તા, નાગરિક, કાર્યકર વગેરે બને અને તેમની આ આવડત સત્સંગ અને સમાજની સેવામાં ઉપયોગી થાય તે હતો.Ms1D0074

બાળકો અને યુવાનોના કળા-કૌશલ્યને વિકસાવતા આ અધિવેશનોમાં સૌપ્રથમ તા.૨૮ મે થી ૧ જૂન સૂધી અખિલ ભારતીય બાળ-બાલિકા અધિવેશન યોજાયું હતું. જેમાં ૧૨૪૦ બાળકો ૭૪૦ બાલિકાઓએ ભાગ લીધો હતો. કૂલ ૪૦ હજાર બાળ-બાલિકાઓ પોત-પોતાના વિસ્તારમાં આયોજિત ઝોનલ અને રીઝનલ અધિવેશનરૂપ બે તબકકાઓમાંથી પસાર થયા હતા. તા. ૨૮  મે ના રોજ પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે બાળ અધિવેશનનું ભવ્યાતિભવ્ય રીતે ઉદ્ઘાટન થયું. તા. ૨૯ મે ના રોજ વિવિધ સ્પર્ધાઓમાં બધાએ ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓની એક પ્રેરક શિબિરનું આયોજન થયું હતું. તા. ૧ જૂનની સાંજે પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે સૌ બાળકોને પારિતોષિકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી તા. ૩ થી ૫ જૂન અને ૬ જૂન થી ૮ જૂન એમ બે તબક્કાઓમાં યુવા-યુવતી અધિવેશન યોજાયું હતું. જેમાં કૂલ ૨૦૨૮ યુવાનોએ અને ૧૭૭૫ યુવતીઓએ ભાગ લીધો હતો. આજના યુવાસમાજને લક્ષ્યમાં રાખીને તેઓ માટે વચનામૃત મુખપાઠ, વચનામૃત પ્રશ્નોત્તરી, પ્રવચન, કથા નિરૂપણ, સંવાદ ઉપરાંત શોર્ટ ફિલ્મ, વિડિયો મેકીંગ, પોસ્ટર મેકીંગ આદિક સ્પર્ધાઓ યોજાઈ હતી. ૫ જૂન અને ૮ જૂનના રોજ પ. પૂ. મહંતસ્વામી મહારાજ હસ્તે સૌ યુવાનોએ ઈનામ મેળવીને ધન્યતા અનુભવી હતી.

આ બાળકો-યુવાનોએ છેલ્લા ૪-૫ મહિનાઓથી ખૂબ સખત પુરુષાર્થ કર્યો હતો. આ વર્ષે પોતાના ઉનાળું વેકેશનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આ અધિવેશન માટે તનતોડ મહેનત કરી હતી. આ અધિવેશનના ફળરૂપે બાળકો-યુવાનોની યાદશક્તિ વધી, તેઓ હાર્ડવર્ક કરતા થયા, તેઓની લેખનશક્તિ, વકતૃત્વ શક્તિ, અભિનય શક્તિ ખૂબ ખીલી ઊઠી. તેઓમાં આત્મવિશ્વાસમાં વિશેષ વધારો થયો જે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગશે.

જીવનમાં અધ્યાત્મિકતાના ઉચ્ચત્તમ મૂલ્યો દૃઢ થયા. લઘુતાગ્રંથિ દૂર થઈ હતી. મોટા ધૂરંધરોને અચંબો પમાડે એવી છટાથી આ બાળકો અને યુવાનોએ કથા, પ્રવચન, સંવાદ, નૃત્ય વગેરેમાં પોતાની કળા પ્રસ્તુત કરી હતી. સ્પર્ધાના તમામ નિર્ણયકોનો એક જ સૂર હતો કે આવા તેજસ્વી અને ઓજસ્વી પ્રતિભા ધરાવનાર બાળકો અને યુવાનો હોવાથી ભારતનું ભવિષ્ય અતિ ઉજ્જવળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.