માસ્ક ન પહેરનારાઓને રૂ .૧૦ હજારનો દંડ ફટકારાશે

માસ્ક ન પહેરીને કોરોનાને હળવાશથી લેતા લોકોને આકરા દંડ દ્વારા ગંભીરતા સમજાવવા અમદાવાદ હોસ્પિટલ અને નર્સીંગ હોમ એસોસીએશનની મુખ્યમંત્રીને રજૂઆત

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ માત્ર સ્પર્શથી નહીં પરંતુ હવાથી પણ ફેલાતો હોવાનો તાજેતરમાં તબીબી સંશોધકોએ પૂરવાર કર્યું છે. જોકે, કોરોનાથી બચવાની માર્ગદર્શિકામાં અગાઉની સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત બનાવ્યું આ નિયમનો ભંગ કરવા માટે હાલમાં ગુજરાતમાં રૂા.૨૦૦નો દંડ ફટકારવામાં આવે છે. જોકે તેમણે અનેક લોકો જાહેરમાં માસ્ક પહેરયા વગર નીકળતા હોવાની ફરિયાદો સામાન્ય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ હોસ્પિટલ અને નર્સીંગ હોમ એસોસીએશને રાજય સરકારને માસ્ક ન પહેરવા બદલની દંડની રકમમાં ભારે વધારો કરીને ૧૦ હજાર રૂા. સુધી કરવાની ભલામણ કરી છે.

અમદાવાદ હોસ્પિટલ અને નર્સીંગ હોમ એસોસીએશન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે શહેરનાં પશ્ચિમી વિસ્તારમાં પણ હવે કોરોનાના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. તે પાછળ મહત્વનું કારણ લોકો જાહેર સ્થાનો પર માસ્ક સહિતના કોરોનાથી બચાવનારી વસ્તુઓ અંગે બેદરકારી દાખવી રહ્યા છે. જેથી લોકોમાં કોનાની ગંભીરતા અંગે ખ્યાલ આવે તે માટે કેરળ રાજયની જેમ માસ્ક ન પહેરવા બદલ રૂા.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવે હાલમાં રાજયમાં માસ્ક ન પહેરવા બદ તંત્ર દ્વારા રૂા.૨૦૦નો દંડ વસુલવામાં આવે છે. તે ખૂબ ઓછો હોય લોકો માસ્ક પહેરવાની બાબતને ગંભીરતાથી લેતા નથી આ નિયમનો કડક અમલ કરાવવો હોય તો આકરો દંડ જરૂરી છે.

આ અંગે અમદાવાદ હોસ્પિટલ અને નર્સીંગ હોમ એસોસીએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતુ કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ૮૦ ટકા લોકો માસ્ક યોગ્ય રીતે પહેરે તો કોરોનાનો ચેપ લાગવાના દરમાં ભારે ઘટાડો થઈ શકે છે. હાલમાં માસ્ક ન પહેરવા બદલ રૂા.૨૦૦નો દંડ ખૂબ જ ઓછો છે. ટ્રાફીકના નિયમોનો જે રીતે લોકો વારંવાર ભંગ કરે છે તેમ જ હવે માસ્ક ન પહેરવાના નિયમનો ભંગ કરી રહ્યા છે જે અતિ ગંભીર બાબત છે. અમે માનીએ છીએ માસ્ક ન પહરેવા બદલ રૂા.૧૦ હજારનો દંડથી લોકોમાં તેની ગંભીરતા આવશે.

અમદાવાદ મહાનગરપાલીકાના માસ્ક ન પહેરવા બદલ દંડના આંકડાઓ પર નજર કરીએ તો ગઈકાલ સુધીમાં ૭૦,૪૮૬ શહેરીજનોએ માસ્ક ન પહેરવા હોય તેમની પાસેથી ૬૦.૨૯ લાખ રૂા.નો દંડ વસુલાયો છે. જયારે સીસીટીવી કેમેરામાં માસ્ક ન પહેરનારા ૨,૨૭૪ શહેરીજનો ઝડપાયા છે. જેમને રૂા.૪.૫૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજયનાં રાજકોટ સહિતના અન્ય મહાનગરોમાં પણ આ જ હાલત છે. સરકારે લોકોને કોરોના સાથે જીવતા શીખી જવાની અપીલ કરી છે. પરંતુ લોકો હવે કોરોનાને ગંભીરતા લેતા ન હોય તેવું આ બાબત પર પ્રતિપાદીત થતુ હોવાનું ખૂલવા પામ્યું છે.

Loading...