જે પડકારો સ્વીકારે, સામનો કરે ને તેનો ઉકેલ લાવે એ સફળ થાય છે: મોદી

પંડિત દિનદયાલ પેટ્રોલીયમ યુનિ.ના આઠમાં દિક્ષાંત સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

પડકારો  કરતા તમારી ક્ષમતા વધુ છે: વડાપ્રધાન

જે પડકારો સ્વીકારે છે, સામનો કરે છે. અને તેનો ઉકેલ લાવે અને સફળ થાય છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાળ પેટ્રોલીયમ વિશ્ર્વ વિદ્યાલયના આઠમાં દિક્ષાંત સમારંભને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા જણાવ્યું હતુ.

ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલીયમ વિશ્ર્વ વિદ્યાલયના આઠમાં દિક્ષાંત સમારંભને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુકે અહીથી ઉતીર્ણ થનાર વિદ્યાર્થી દેશની નવી તાકાત બનશે. વડાપ્રધાને જણાવ્યું કે કંઈક કર દેખાડવા ઈચ્છતા કે જવાબદારી લેવા વાળા જીવનમાં આગળ સફળ થઈ શકે છે. આ તકે તેમણે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓનાં વાલઓને અભિનંદન આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે એક્સમય એવો હતો કે જયારે લોકો સવાલ ઉઠાવતા હતા કે યુનિવર્સિટી કેટલી આગળ વધી શકશે? પણ અહીયા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને અહીંથી નીકળેલા પ્રોફેશનલોએ આ તમામ પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. અત્યારે તમે એવા સમયે ઉદ્યોગમાં ઠડમાંડ રહ્યા છે. જયારે આખી દુનિયામાં કોરોનાના રોગચાળા વચ્ચે ઉર્જા ક્ષેત્રમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. ઉર્જા ક્ષેત્રમા ભારતમાં વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને રોજગારીની અનેક સંભાવના છે.

પીડીયુએ ઉદ્યોગ સહિત કેટલાય ક્ષેત્રોમાં પોતાનું વિતરણ કર્યું છે. અને એ પ્રકારે એનર્જી યુનિવર્સિટી બની છે. મેં આ યુનિવર્સિટીની કલ્પના કર હતી અને એ વિચાર યોગ્ય લાગે તો તેમાં આગળ વધી શકાય છે તેમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું કે ભારત પોતાની કાર્બન ફૂટપ્રિન્ટને 30 થી 35 ઘટાડવાનાં લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે. અમારો પ્રયાસ છે કે આ દસકામાં પોતાની ઉર્જાન જરૂરીયાત માટે નેચરલ ગેસની જવાબદારી ચાર ગણી કરવી છે. એક સમયે આખુ વિશ્ર્વ દુનિયાના મોટામાં મોટા પડકારો સામે ઝઝમુ રહ્યું છે. ત્યારે તમે સ્નાતક બની બહાર આવી રહ્યા છો એ સહેલું નથી પરંતુ તમારી સામે જે પડકારો છે. એના કરતા તમારી ક્ષમતા ઘણી વધારે છે. સમસ્યા ગમે તેટલ મોટી હોય સમસ્યા શું છે? એના કરતા તમારો ઈરાદો શું ? તમારી પ્રાથમિકતા શુ છે? અને તમારૂ આયોજન શું છે? એ મહત્વના છે. વડાપ્રધાને જણાવ્યું કે સફળ એ થઈ શકે જે જીવનમાં કંઈક કરી દેખાડવાની તમન્ના ધરાવતા હોય કંઈકક કરી બતાવવા પ્રયાસો કરતા હોવા નિષ્ફળએ જાય છે જે સમસ્યાને બોજ માની જીવન જીવે છે. જવાબદારી લેવાની ભાવના જ જીવનમાં અવકાર, તકને જન્મ આપે છે.જે પડકારો સ્વીકારે છે, સામનો કરે છે. અને તેનો ઉકેલ લાવે અને સફળ થાય છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાળ પેટ્રોલીયમ વિશ્ર્વ વિદ્યાલયના આઠમાં દિક્ષાંત સમારંભને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા જણાવ્યું હતુ.

ભારત તેલ રીફાઇનીંગ ક્ષમતા બમણી કરશે

ભારત આગામી પાંચ વર્ષમાં તેલ રીફાઇનરીની ક્ષમતા બમણી કરશે અને કુદરતી ગેસનાં વિવિધ ઉપયોગ થકી ચાર ગણો ઉપયોગ વધારશે તેમ વડાપ્રધાન મોદીએ ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં જણાવાયું હતું.

તમારી સામેના પડકારો છેલ્લા નથી: મોદી

વડાપ્રધાન મોદીએ પીડીપીયુના સ્નાતક છાત્રોને સંબોધન કરતા જણાવ્યું કે તેને જીવનમાં પહેલી વખત પડકારોનો સામનો કરી રહ્યં છો એવું નથી અને આ પડકારો અંતિમ પણ નથી પડકારો તો આવ્યા જ રહેવાના તમે એ પડકારોનો સામનો કેવી રીતે કરો છો? કેવી રીતે ઉકેલો છો? એ તમારી સફળતા માટે મહત્વના છે. સફળ વ્યકિત સામે સમસ્યા નહોતી એવું નથી. એમણે પણ પડકારો સમસ્યાઓનો સામનો કર્યો છે. અને સફળ થયા છે.

Loading...