Abtak Media Google News

જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

જામનગરમાં દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે પોઝિટિવ આવનાર કેસો અન્ય સંક્રમિત જિલ્લાઓમાંથી આવતા હોય અને ગેરકાયદેસર રીતે જામનગરમાં પ્રવેશ કરે છે તેવા લોકોથી સંક્રમણના કેસ હાલ જામનગરમાં વધી રહ્યા છે ત્યારે વહિવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના લોકોને સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટેની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરએ કહ્યું હતું કે, જે લોકો પરવાનગી સાથે પણ જામનગર જિલ્લામાં પ્રવેશી રહ્યા છે, તો પોતે સંપર્ક યાદી જાળવે જેમાં તેઓ કેટલા લોકોને મળી રહ્યા છે તે માટેની યાદી મેન્ટેન કરે, સાથે જ ગ્રામ પંચાયતમાં પણ કોમ્યુનિટી હોલ, પ્રાઇવેટ હોલ કે પ્રાથમિક શાળાઓને ક્વોરેંટાઇન સેન્ટર બનાવાયા છે. ગામમાં પણ જો કોઈ વ્યક્તિ સંક્રમિત જિલ્લાઓમાંથી પ્રવેશ કરે છે, તો લોકો તંત્રને તેની માહિતી આપે જેથી ગેરકાયદેસર રીતે આવેલ કોઈપણ વ્યક્તિથી સંક્રમણ ના ફેલાય તે માટેની પૂરતી તકેદારી લઈ શકાય ગ્રામ્યવિસ્તારોમાં સરપંચ પણ આ અંગે ગ્રામ લોકોને વધુ જાગૃત કરી અને આગળ આવે તેમ કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી વગેરે અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ-સુરતથી હિજરત કરીને ભાગી આવનારા લોકોને જામનગર જિલ્લામાં-શહેરમાં ઘૂસવા દેવામાં આવશે નહીં તેમ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

જિલ્લા કલેક્ટરે જામનગર જિલ્લાના પ્રવેશ માર્ગો પર કડકમાં કડક ચેકીંગ કરી અમદાવાદ અને સુરતથી હિજરત કરીને ભાગીને આવતા લોકોને પ્રવેશ નહીં આપવા આદેશ આપ્યો છે.

અમદાવાદ-સુરતથી કોઈપણ વ્યક્તિ કે પરિવાર સત્તાવાર મંજુરી લઈને પણ આવતા હોય તેમની સંપૂર્ણ પૂછપરછ, કડક આરોગ્ય ચેકીંગ, નિયમોનુસાર ક્વોરેન્ટાઈન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

આમ અમદાવાદ-સુરતથી બીસ્તરા-પોટલા બાંધી શહેરો છોડી ભાગી રહેલા લોકો જામનગરમાં ઘૂસી ન જાય તે માટે જિલ્લા કલેક્ટરે ત્વરિત નિર્ણય લેતા લોકોને રાહત થઈ છે. જિલ્લાના નવા ક્વોરન્ટાઈન સેન્ટરોની યાદી બહાર પડાઈ

વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલ નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ચેપી પ્રકારનો હોય, સલામતીના ભાગરૂપે સરકારની ગાઈડલાઈન મુજબ શંકાસ્પદ કેસો અથવા સંક્રમણયુક્ત વિસ્તારમાંથી મુસાફરી કરીને પરત ફરેલા લોકોને ક્વોરેંટાઇન કરવાનું હોવાથી એપેડેમીક ડિસિઝ એક્ટ નં. ૩ ઓફ ૧૮૯૭ અન્વયે મળેલ સત્તાની રૂઇએ કલેકટર  રવિશંકર દ્વારા જામનગર જિલ્લાના અમુક સેન્ટરને આઇસોલેશન વોર્ડ/ક્વોરેંટાઇન સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

જે મુજબ જામનગર જિલ્લામાં આવેલ તમામ સમાજની વાડીઓ તમામ ઉપલબ્ધ સગવડો સાથે તેમજ જામનગર જિલ્લામાં આવેલ તમામ સરકારી/અર્ધ સરકારી કે ખાનગી છાત્રાલયો તથા શૈક્ષણિક સંસ્થાઓના છાત્રાલયો તમામ ઉપલબ્ધ સગવડો સાથે તદુપરાંત જામનગર જિલ્લામાં આવેલ સરકારી/અર્ધસરકારી/ખાનગી તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓને કવોરેન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

જાહેરનામા દ્વારા વિવેકાનંદ સ્કૂલ પોરબંદર રોડ, તા.લાલપુર જિ. જામનગર, જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડા જી. જામનગર, રાજપૂત ક્ધયા છાત્રાલય, રણજીત સાગર રોડ, જામનગર, સરકારી પોલિટેકનિક કોલેજ, બેડેશ્વર રોડ, જામનગર, હિરપરા ક્ધયા છાત્રાલય તા.કાલાવડ, જી.જામનગ, શેઠ કાકુભાઈ જીવણદાસ ક્ધયા વિદ્યાલય તા. જોડીયા, જી. જામનગર, ધર્મભક્તિ હોસ્ટેલ, આણંદપુર, તા. કાલાવડ, જામનગર,  જે. પી. એસ. સ્કુલ, રણુજા રોડ, તા. કાલાવડ, જામનગર,  ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત  વિજાપુર વિદ્યા સંકુલ શૈક્ષણિક સંસ્થા સીદસર તા.જામજોધપુર જી.જામનગરને કવોરેન્ટાઈન સેન્ટર તરીકે જાહેરનામા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ પગલાં લેવા માટે જે તે વિસ્તારના આરોગ્ય અધિકારી/ કર્મચારીઓને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.