Abtak Media Google News

કેરળ, યુપી, પ.બંગાળ, અસમ અને કર્ણાટકમાં કુદરતનો કહેર: પુરના કારણે ૭૦ લાખ લોકો પ્રભાવિત

કેરળ સહિત દેશના પાંચ રાજયોમાં ચાલુ વર્ષે ભારે વરસાદથી ત્રાહિમામ મચી ગયો છે. તાજેતરમાં આવેલા જળસંકટનો ઘણા લોકો ભોગ બન્યા છે. કેરળ, ઉતરપ્રદેશ, પશ્ચીમ બંગાળ, અસમ અને કર્ણાટકમાં લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આ પુરના કારણે ૭૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી ૯૯૩ લોકોના જીવ ગયા છે તો ૧૭ લાખ લોકો બેઘર થઈ ગયા છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા રીપોર્ટમાં જણાવાયું છે કે, ભારે વરસાદ અને પુરના કારણે ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં ૯૯૩ લોકોના મોત થયા છે. જેમાં કેરળના જ ૪૦૦ લોકોનો સમાવેશ છે. ગૃહ મંત્રાલયના રીપોર્ટ અનુસાર ૧૭ લાખ લોકોએ પોતાના ઘર છોડી રાહત શિબિરોની શરણે જવુ પડયું છે. પુરના કારણે સૌથી વધુ જાનહાની કેરળમાં થઈ છે. ઉતરપ્રદેશમાં ૨૦૪, પશ્ચીમ બંગાળમાં ૧૯૫, કર્ણાટકમાં ૧૬૧ અને અસમમાં ૪૬ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

વાત કરીએ કેરળની તો કેરળમાં ૫૪ લાખ લોકોએ વિષમ પરિસ્થિતિઓનો સામનો કર્યો જેમાંથી ૧૪.૫૨ લોકોએ રાહત કેમ્પોની શરણ લેવી પડી હતી. આ ઉપરાંત અસમમાં ૧૧.૪૬ લાખ લોકો પ્રભાવિત થયા જેમાંથી ૨.૪૫ લાખ લોકોને રાહત કેમ્પોમાં ખસેડાયા. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં પણ આ જ પ્રકારે વિષમ પરિસ્થિતિ સર્જાઈ હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં સૌથી મોટો ભોગ બિહારના લોકો બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.