સ્ટે લઇ વગર કારણે કોર્ટને અટકાવનારનું આવી બનશે!!!

સ્ટે એટલે કાયમી મનાઇ હુકમ?

મનાઇ હુકમ મેળવ્યા બાદ અરજદાર પ્રતિસાદ ન આપે ત્યારે તેને દોષિત ઠેરવી શકાય

ટ્રાયલ કોર્ટ દ્વારા છ માસની અવધિ સાથે આપેલા સ્ટે પૂર્ણ થતાની સાથે કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કેસની સુનાવણી શરૂ કરી શકાય: સુપ્રીમ કોર્ટ

અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા માટે આવતા સિવિલ અને ક્રિમીનલ કેસની સુનાવણી અટકાવવા માટે સ્ટેની માગણી કરી ન્યાયના હીતમાં મનાઇ હુકમ આપવામાં છે પરંતુ કેટલાક કેસમાં તેની અવધી માત્ર છ માસ જ હોય છે ત્યાર બાદ તેને લંબાવવા માટે ફરી કાનૂની કાર્યવાહી કરવી જરૂરી છે. કોઇ પણ કારણે સ્ટેને અવધિ લંબાવી એકટેન્શન મેળવવું યોગ્ય ન હોય ત્યારે સ્ટે મેળવનાર અરજદારને કોઇ પ્રકારની નોટિસ આપ્યા વિના કેસની સુનાવણી કરી દેવા અંગેનો સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વનો ચુકાદો આપ્યો છે. જેના કારણે કારણ વિના લાંબા સમયથી સુનાવણી વિના અટકેલા કેસનો નિકાલ લાવવો સરળ બની રહેશે. સ્ટે મેળવી કારણ વિના કેસને લાંબો સમય સુધી લટકાવી રાખવાથી ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ કરી અસરકરતા પક્ષને અન્યાય કરવા સમાન ગણવો અને સ્ટે બાદ થતી સુનાવણીમાં અરજદારને દોષિત ઠેરવી શકાય તેવો હુકમ કર્યો છે.

સુપ્રીમ કોર્ટને મહત્વનો ચુકાદો જાહેર કરી દેશની તમામ સિવિલ અને ક્રિમીનલ કેસની સુનાવણી સામે મનાઇ હુકમ છ માસથી વધુ અવધીનો આપી ન શકાય સિવાઇ કે સ્ટે સમય મર્યાદા લંબાવવામાં કોઇ યોગ્ય કારણ રજુ કરવામાં ન આવે ત્યારે આ સ્ટે આપોઆપ રદ ગણી શકાય સ્ટેને છ માસથી વધુ સમય માટે લંબાવવા માટે વિસ્તૃત અને સચોટ કારણ અદાલતમાં રજુ કરી માગણી કરવામાં આવે ત્યારે સ્ટેને લંબાવી શકાય તેવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ એ.કે.ગોયેલ, આર.એફ.નરીમન અને નવીન સિન્હાએ આપ્યો છે.

ગત બુધવારે સુપ્રીમ કોર્ટના ત્રણેય ન્યાયધિશની ખંડપીઠ દ્વારા લેવામાં આવેલા આ મહત્વના નિર્ણય અંગે કહ્યું હતું કે, સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો અધિકાર અને સ્ટેને લંબાવવાનો અધિકાર હાઇકોર્ટને છે. પરંતુ હાઇકોર્ટ દુર્લભથી અતિદુર્લભ કેસમાં પોતાની આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. ખંડપીઠે આ અંગે સુચન કરતા કહ્યું હતું કે અમે પણ ઇચ્છીએ છીએ કે, હાઇકોર્ટ અતિ દુર્લભ કેસમાં જ સ્ટે લંબાવવાનો ઓર્ડર કરે તે જરૂરી છે.

આ ઉપરાંત આરોપ સાબીત કરવાના નિર્ણયને પડકારતી અરજીમાં પણ વિલંબ ન થાય તે પ્રકારે સ્ટેને ધ્યાને રાખવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ મામલે કહ્યુ હતુ કે, જ્યારે છ માસની અવધી સાથે સ્ટેનો ઓર્ડર કરવામાં આવે, અવધી પુર્ણ થતાની સાથે કોઇ પણ જાતની નોટિસ આપ્યા વિના ટ્રાયલ કોર્ટે સુનાવણી શરૂ કરવાની હોય છે. કારણ કે, સ્ટે ઓર્ડર મળ્યા બાદ અરજદારો કોર્ટની કોઇ પણ બાબતે ધ્યાન દોરતા નથી અને સ્ટે અનિચ્છીત સમય સુધી ચાલતો રહે છે. કોઇ પણ સંજોગોમાં અનિચ્છ સમય સુધીનો સ્ટે આપી શકાતો નથી કોઇ પણ સ્ટે શરતો સાથે એક ચોકકસ સમય મર્યાદા માટે આપવામાં આવે છે. કેટલાક પેચીંદા કેસમાં જરૂરી શરતો સાથે સ્ટે ઓર્ડર આપવો જોઇએ જેથી સ્ટે અવધિ પૂર્ણ થયા બાદ અરજદાર તરફે કોઇ પ્રતિસાદ નહી મળતા દોષિત ઠેરવી શકાય છે.

સુપ્રીમ કોર્ટે આ અંગે વધુ પ્રકાશ પાડતા ઠેરવ્યું છે કે, કોઇ પણ કેસમાં સ્ટે લઇને કોર્ટને લટકાવી દેવાની પ્રવૃતિઓને રોકવા માટે આ ચુકાદો ઘણો મહત્વ પૂર્ણ રહેશે ઘણા કેસમાં ધ્યાને આવ્યું છે કે, સ્ટે લઇને અરજદારો અનિચ્છત સમય સુધી ટ્રાયલને આગળ ચાલતી અટકાવી રાખે છે. જેના કારણે કોર્ટમાં કેસનું વિના કારણે ભારણ વધતુ હોવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગે નોંધ્યું છે કે, દેશભરની નીચેની અદાલતોમાં અઢી કરોડથી વધુ મુકદમાઓ કોર્ટમાં પેન્ડીગ છે. જે પૈકીના હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્ટેના કારણે મોટા ભાગના કેસ પેન્ડી છે.

Loading...