Abtak Media Google News

સ્માર્ટફોન દરેકની જિંદગીનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. રેન્સમવેર અને જુડી અટેક બાદ Virus અટેકનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. તેવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી બની ગયું છે અને તેના આધારે કેટલીક ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ. તેવી કેટલીક વાતો જેની મદદથી તમે સ્માર્ટફોનને Virus થી બચાવી શકો છો.

એન્ટી-વાયરસનો ઉપયોગ કરો 
જો તમે પોતાના સ્માર્ટફોન પર અલગ-અલગ વેબસાઈટ બ્રાઉઝ અને કન્ટેન્ટ પણ ડાઉનલોડ કરો છો, તો સ્માર્ટફોનમાં કોઈ એન્ટી-વાયરસ ઇન્સ્ટોલ કરી લો. ઓનલાઈન પ્લેટફોર્મ પર AVG Free, Avast જેવા કેટલાક એન્ટી-વાયરસ ઉપલબ્ધ છે. તમે Norton અથવા Kaspersky Android Antivirus App પણ ખરીદી શકો છો. તેનાથી તમારો સ્માર્ટફોન સેફ રહેશે.

બ્લૂટૂથ ઓફ રાખો
ફોનનું બ્લૂટૂથ ત્યારે ઓન કરો જ્યારે અને ત્યાર બાદ તરત જ ઓફ કરો. બ્લૂટૂથને હંમેશા ઓન રાખવું તે વાયરસનાં જોખમને આમંત્રણ આપવાનું છે. કારણ કે, બ્લૂટૂથનાં માધ્યમથી કોઈ પણ પોતાના મોબાઈલથી તમારા મોબાઈલમાં જઈને કોઈ પણ જાણકારી હાંસલ કરી શકે છે.

વાઈ-ફાઈને બંધ રાખો
જો તમે કોઈ ફ્રી વાઈફાઈ ઝોનમાં છો, તો તેને કનેક્ટ કરવાની ભૂલ ન કરો. સારું રહેશે કે તમે સારા ડેટા પેકનો ઉપયોગ કરીને તેનાથી બ્રાઉઝીંગ કરો. એવું પણ બની શકે છે કે, બીજા વાઈફાઈનો તમે ઉપયોગ કરી રહ્યા છો તો, તેના દ્વારા તમારી જાણકારી લીક પણ થઇ શકે છે. તેથી જ કોઈ વાઈ-ફાઈથી બેંક એપ્સનો ઉપયોગ ન કરો.

પોપ અપ ઓપ્શનને બ્લોક કરો
હંમેશા ઈન્ટરનેટનો ઉપયોગ કરતા સમયે ક્લિક ન કરવા પર પોપ અપ ખુલે છે અને ભૂલથી પણ તમે તેના પર ક્લિક કરો છો, તો તેનાથી વાયરસ સરળતાથી ફોનમાં આવી શકે છે. તેથી જ પોતાના સ્માર્ટફોનનાં બ્રાઉઝરનાં સેટિંગ્સમાં જાઓ. જ્યાં સાઈટ સેટિંગમાં તમને પોપ અપ બ્લોક કરવાનો ઓપ્શન મળશે, તેને બ્લોક કરી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.