આ રીતે ઘરે બનાવો કેળાંની સ્વાદિષ્ટ ચટણી

79
banana-chutney
banana-chutney

સામગ્રી :

પાકેલાં કેળાં : ૫ નંગ

ખાંડ : ૪૦૦ ગ્રામ

મીઠું : સ્વાદાનુસાર

લવિંગ : ૩ નંગ

સૂંઠ : ૬ ગ્રામ

જીરું : ૬ ગ્રામ

આમલી : ૨૦૦ ગ્રામ

કિશમિશ : ૧૦૦ ગ્રામ

લાલ મરચું : ૧ ચમચી

કાળામરી : ૩ નંગ

ઘાનાંજીરું : ૧ ચમચી

રીત :

સૌ પ્રથમ આમલીને અડધો લિટર પાણીમાં પાલડીને રાખો ત્યારબાદ તેને ૧ કલાક પછી મસળીને એની ગુઠલી કાઢી રસ કાઢો અને કપડાંથી ગાળી લ્યો.

ત્યારબાદ એક પેનમાં આમલીનું બનાવેલ પાણીલો તેમ,આ ખાંડ નાખીને તેને ગરમ કરો ત્યારબાદ તેને ઉતારી લ્યો.

કેળાંના ગોળ ગોળ ટુકળા કરો અને આ ટુકડા આ આમલીના બનાવેલ ચટણીમાં નાખો.

ત્યારબાદ તેમાં કિશમિશ અને બીજા મસાલા નાખી દો. તો તૈયાર છે કેળાંની સ્વાદિષ્ટ ચટણી.

Loading...