Abtak Media Google News

બાળક તો પછી જનમ્યું। ..એ પહેલા તો માતાના જીવનમાં આવ્યું અને દુનિયાને સમજી માઁ ની દ્રષ્ટિથી…..

          કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોચી શક્યો એટલે એને માઁ બનાવી, પણ હું તો એમ કહું ચુ કે બાળક દુનિયામાં આવે એ પહેલા માતાના જીવનમાં આવી ગયું હોઈ છે. અને એટલું જ નહિ,માતાના શરીરનો અંશ જ બની ગયું હોઈ છે. બાળક માટે પિતા પણ એટલો જ જવાબદર હોઈ છે કારણ કે પિતા પણ એવું મને છે કે એ એની પણ આકૃતિ છે પણ પિતા માતા કરતા એક પગથિયું પાછળ હોઈ છે કારણ કે બાળક જન્મે પછી બધા સંબંધો થી જોડાય છે પરંતુ જન્મ પહેલા માતાના જીવનમાં નવ મહિનાથી ઉછરી રહ્યું હોઈ છે. અને એ માત્ર ઉછેર જ નથી હોતો એની સાથે ઘણા અહેસાસ પણ જોડાયેલા હોઈ છે જે કાદાચ એક ગર્ભવતી સ્ત્રી સિવાય કોઈ પણ નથી મહેસુસ કરી શકતું…એમાં બાળકના પિતાનો પણ સમાવેશ થાય છે.
Dental Care For Pregnant Mothers
            ગર્ભમાં રહેલું બાળક માતાના જીવનમાં અન્યો કરતા નવ મહિના પહેલા આવી ગયું હોઈ છે. અને એટલે જ બાળકને બીજા કોઈ કરતા તેની માતા માટે થોડી વિશેષ લાગણી હોઈ છે. તો એ નવ મહિના માતા માટે કેવી લાગણીનો અનુભવ હોઈ છે અને ગાળકના વીકાસ સાથે તેને કેવો ગાઢ સંબંધ હોઈ છે એ જાણવાની કોશિશ કરી છે ક્યારેય….
            પહેલો મહિનો જયારે બાળક ગર્ભમાં એક નાના અંશ સમાન હોઈ છે જયારે પતિ અને પત્ની બન્ને માટે ખુશીની લાગણીની સાથે જીવનમાં આવનારા બાળક માટેનો આનંદ હોઈ છે પરંતુ પતિ માત્ર એ જ આનંદ માણવા સુધી સીમિત રહી જાય છે પછીના સમયમાં માતા અને ગર્ભમાં રહેલા બાળકનું સફર સાથે શરુ થાય છે.
જેમાં એક નાનકડા બીજ માંથી ઉછેર પામી એ છોડ જીવંત બને છે અને પનપે છે.
2-Months-Pregnant
2-months-pregnant

બીજો મહિનો જયારે એ નાનકડા બીજમાં જાણે જીવ રોપાણો હોઈ તેમ ધબકારા ધબકવાના શરુ થાય છે.અને જયારે સોનોગ્રાફી મશીન એ ધબકારાને દેખાળે છે ત્યરે જે અહેસાસ માતાને થાય છે એ કદાચ થાણા પિતાને નહિ જ થતો હોઈ। ..કારણ કે એક જીવની અંદર બીજો જીવ આકાર લઇ રહ્યો છે અને એ જીવને પોતાનાજ ગર્ભમાં મહેસુસ કરવો એ માત્ર કુદરતનો કમલ જ છે કે પછી ખરેખર ભગવાન છે…એ સમજવું અઘરી બાબત છે.

             માનવ શરીરમાં કઈ પણ વધારાની વસ્તુ ખુંપી જાય કે પછી ગળી જવાય તો શરીર એ વધારાની  નથી અને તેને શરીરની બહાર કાઢી નાખે છે…પરંતુ જયારે  અંદર બાળક આકાર પામે છે ત્યારે શરીર પણ તેને અનુરૂપ થયી એ બાળકના  મદદરૂપ થાય છે. બાળક ગર્ભમાં રહે છે ત્યારે માત્ર એક શરીર જ બને છે એવું નથી તેમાં સમયાંતરે જીવ પણ આવે છે.
               એક જીવની અંદર બીજો જીવ આકાર લેતો હોઈ તેવી કલ્પના માત્રથી રૂવાળા ઉભા થયી જાય છે જયારે સ્ત્રીને એ અહેસાસ અનુભવ લાગણી જે કહો એની ભેટ કુદરતે બક્ષી છે,
                જેમ જેમ દિવસો વીતતા જાય અને ગર્ભનો વિકાસ થતો જાય એમ ગર્ભવતી સ્ત્રીના શરીર અને લાગણીઓમાં પણ વધારો થવા લાગે છે.તેના આહારની ઈચ્છાઓ, દિનચર્યા , સ્વભાવ , દરેક બાબતમાં થોડાઘણા અંશે બદલાવ આવે છે.પરંતુ એ બદલાવ માત્ર એ જ સમજી શકે છે અને એ બદલાવને પરિવારના સભ્યોએ પણ સ્વીકારવા જોઈએ કારણ કે એ બદલાવો તેની ખુદની રુચિ જ નથી હોતી પરંતુ ગર્ભમાં રહેલું બાળક પણ કારણભૂત હોઈ છે એના માટે એ પરિવારના સભ્યોએ અને ખાસ તો પતિ એ પત્નીના એ બદલાવોને સમજવા જોઈએ.
                 બાળકના અંગોનું નિર્માણ થાય છે ગર્ભમાં પરંતુ તે  છબી માતાની કલ્પનામાં સર્જન પામતી હોઈ છે. તેના નાના હાથ, પગ, તેનો ચહેરો, તેનું નાક,  તેની આખો જાણે કે માટી માંથી એક નાનકડું રમકડું જ ના બનાવતી હોઈ માઁ એમ તેના બાળકની કલ્પના કરતી હોઈ છે.
5Month Pragnenet
5month pragnenet

પાંચમા મહિને જયારે બાળક ગર્ભમાં હલનચન શરુ કરે અને એ અનુભતી કદાચ દુનિયાની સૌથી શ્રેષ્ટમ અનુભૂતિ છે તેવો અહેસાસ થાય છે માતાને….. બાળકનું ગર્ભમાં ફરકવું એ સ્પર્શ જેવું કામ કરે છે અને કદાચ ઘરમાં એકલી હોવા છતાં તે એકલી નથી તેની સાથે તેના ગર્ભમાં રહેલું બાળક તેની સાથે છે તેવો અહેસાસ પણ કરાવે છે એ બાળક જે માત્ર માતા જ કરી શકે છે.

                 પાંચમા મહિના પછી દરેક મહિનામાં બાળક વિકાસ પામે છે તેમ તેમ તેનું શરીર પણ વધતું જાય છે ત્યરે જેમ બાળક હનચાલન કેરે છે તે સમયે તેના પગની લાતો અને હાથની કોણી દરેક અંગનો સ્પર્શ માતાને થાય છે. અને એ સ્પર્શ માત્રથી તેની એકલતા પણ દૂર થાય છે. અને બાળકના આગમન પહેલા જ એ સ્પર્શથી બાળક માતાના જીવનનો એક ભાગ બની જાય છે.
                 અને હવે સમય આવે છે માતાના એ અહેસાસ , એ કલ્પના , એ લાગણીઓના આકાર લેવાનો….ખરેખર તો એ બાળક ગર્ભમાં જ આકાર પામી ગયું હોઈ છે જેનો અહેસાસ અત્યાર સુધી માત્ર તેની માતા જ કરી શક્તી હતી પરંતુ હવે સમય છે માતા સિવાયના બીજા બધા પણ હવે એ બાળકના આગમનની તૈયારીઓ કરી રહ્યા હોઈ છે.
               ગર્ભ ધારણ બાદ નવ મહિનાની સફર માતા અને બાળક બંને એ સાથે કરી હોઈ છે જેમાં તેની સાથે આમ જોઈએ તો બીજું કોઈ નથી હોતું, અને હવે જયારે એ બાળકનો જન્મ લેવાનો સમય આવ્યો છે ત્યારે માતા પણ વધુ ઉત્સાહિત દેખાય છે…કારણકે હવે તે તેની કલ્પનાઓમ જે બાલને જોતી હતી , એકલતાની પળોમાં ગર્ભમાં રહેલ બાળક સાથે તમામ વાતો કરતી હતી એ બાળક હવે તેના હાથમાં ઉછેર પામવાનું છે.
8 Month Fetus
8 month fetus
              અને હવે આવે છે એ દિવસ જયારે હોસ્પિટલના લેબર રૂમમાં અસહ્ય પીડા જે જીવ લઈલે એવી પીડા સહન કરી એક નાનકડા ફૂલને જન્મ આપે છે, તેનો રડવાનો પહેલો આવાજ સાંભળે છે, જે કળી અત્યાર સીધી તેના ગર્ભમાં ખીલતી હતી એ ફૂયુલને હાઈ તે તાદર્શ જોઈ શકે છે તેને અસ્પર્શી શકે છે,તેના કોમળ અંગો જેને ગર્ભમાં હાલત મહેસુસ કર્યા તેને હવે તે સ્પર્શી અને પંપાળી શકે એ તેની કલ્પના આકાર લઇ ચુકી છે અને તેની આંખોની સામે છે….આ અહેસાસ માત્ર માતા જ કરી શકે છે…..અને એટલે જ કહેવાયું છે કે માઁ તે માઁ બીજા વગડાના વા…અને જનનીની જોડ સાલખી નહિ મળે રે લોલ…….
Mom Newborn
             તો આ હોઈ છે માઁ જેના જીવનમાં બાળક નવ મહિના પહેલા જ આવી ગયું હોઈ છે. એ માતૃતવ એ માતાનો હક છે અને કહેવાય પણ છે કે એક સ્ત્રી માતૃત્વ પામ્યા પછી જ સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે….તો દરેક માતાને હેપી મધર્સ ડે….

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.