Abtak Media Google News

પ્રતિપાલસિંહ ઝાલા,સાગર ગજ્જર, રાજકોટ: ભારતના વીર પુરુષ મહારાણા પ્રતાપના જીવન અને તેમના હિન્દ માટે ના બલિદાનને દેશના યુવાવર્ગને પ્રેરણા મળે તેવા હેતુથી રાજકોટના શિક્ષક અભિજીતસિંહ ઝાલા દ્વારા ‘રાણો અમને કેમ છે વહાલો’ ગીતને યૂટ્યૂબ પલટફોર્મ પરથી લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. આ ગીત બદલ અભિજીતસિંહને ક્ષત્રિય સમાજના યુવા વર્ગ દ્વારા ફટાકડા ફોડી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના પ્રેમ અને લોકો દ્વારા ગીતને જે બોહળો પ્રીતસાદ મળી રહ્યો છે તે બદલ અભિજીતસિંહએ ક્ષત્રિય સમાજ અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેની નોંધ અબતક દ્વારા લેવામાં આવી હતી.

અબતક સાથે વાત કરતા અભિજીતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ અને તેમની સાથે જોડાયેલી તેમની વાતો અને ઇતિહાસ જ આપણો પ્રેરણાનો સ્ત્રોત છે. અને ચેતક પણ મારા હૃદયની નજીક છે. વીર શિરોમણી મહારાણા પ્રતાપ તેમના માનમાં એક ખૂબ સુંદર એવું ગીતગ મેં હાલ રજૂ કર્યું છે. જ્ઞાન ગુરુકુલ યૂટ્યૂબ ચેનલ વીર પુરુષ મહારાણા પ્રતાપના જીવન થી લોકો વાકેફ છે. આજકાલ જે ટ્રેન્ડ પ્રમાણે લોકગીતો બની રહ્યાં છે, જે આજના યુવા વર્ગ અને અલગ દિશામાં લઈ જઈએ રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા બધા યુગ પુરુષો છે કે, જેના પર આપણે ગીત બનાવવા જોઈએ જે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. એ પૈકીના એક મહારાણા પ્રતાપ છે અને મારા ગ્રુપના કાર્યકર્તાઓ પણ મને હંમેશને માટે પ્રોત્સાહિત કર્યા રાખે છે, તેમજ હંમેશા કહેતા રહે છે આપ સારું કામ કરી રહ્યા છો. આપણા વીર પુરુષો પર આવા ગીતો બનાવા જરૂરી છે. આ ગીતમાં સંદીપ પ્રજાપતિએ અવાજ આપ્યો છે. કિશોરભટ્ટના સ્ટુડિયો પર રેકોર્ડ કર્યું છે અને અમારા પ્રિય મિત્ર પ્રીત ગોસ્વામી દ્વારા આ ગીતને ડાયરેકટ કરવામાં આવ્યું છે.

અભિજીતસિંહ ઝાલાએ આગળ જણાવ્યું હતું કે, ખૂબ આનંદ થાય છે કે આ જ મારો સમાજ પણ મારી સાથે છે. સંપૂર્ણ ગીતનું શૂટિંગ હડમતીયાના હવા મહેલ ખાતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ આખું ગીત શૂટ થયું છે. તેમજ લોકો દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.