Abtak Media Google News

ભારતીય ભોજનમાં હિંગ એક વિશેષ સ્થાન ધરાવે છે. રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારે  તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગનો ઉપયોગ એક ઔષધીય તરીકે પણ થાય છે.

અપચામાં રાહત : 

3 60

હિંગનો વપરાશ પેટની દરેક સમસ્યા માટે કરવામાં આવે છે. હિંગમાં એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણોનો ભંડાર હોય છે. પેટમાં કૃમિ, એસિડિટી, પેટ ખરાબ થઇ જવા પર હિંગ નું સેવન ખૂબ લાભદાયી બને છે.

શ્વાસની સમસ્યા : 

Woman Hand On Chest 000071668787 1

હિંગનું સેવન કરવાથી કુદરતી રીતે કફ દુર કરી શકાય છે. આ એક શ્વસન ઉત્તેજક જેમ કામ કરે છે અને ઉધરસ દૂર કરવામાં પણ મદદ કરે છે. શ્વાસની તકલીફ હોય તો તેમાં મધ અને આદુ સાથે હિંગ મેળવીને ખાવાથી ખૂબ આરામ રહે છે.

પિરિયડની તકલીફ :

Mal Di Pancia

હિંગમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ પિરિયડસથી થતી દરેક સમસ્યાઓ સામે છુટકારો અપાવે છે. આ ઉપરાંત હિંગ મહિલાઓમાં લ્યુકોરિયા અને કેન્ડિડા ઇન્ફેકશન ઠીક કરવામાં પણ મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા :

High Bp Control

હિંગમાં કોઇમારિન નામનો પદાર્થ હોય છે. જે લોહીને જામવા દેતું નથી. આ સાથે જ તે લોહીને પાતળુ પણ બનાવે છે. જેનાથી બ્લડ પ્રેશર પર નિયંત્રણ રહે છે.

દુખાવામાં રાહત :

Sandha

હિંગના સેવનથી પિરિયડસ, દાંત, માઇગ્રેઇન સહિતના દુખાવા દૂર કરી શકાય છે. હિંગમાં એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વ રહેલા છે. જે તમને દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. દુખાવો થવા પર ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવું જોઇએ. દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવથી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.