Abtak Media Google News

વિવિધ જ્ઞાતિઓના ૭૦થી વધુ લોકો નિધિ સમર્પણ અભિયાનમાં જોડાયાં

અખિલ વિશ્વ સિંધી સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ૧ કિલો ચાંદીની ૨૦૦ ઈંટ આપવામાં આવશે તેમ સિંધી સમાજના અગ્રણી કાળુભાઈ સુખવાણીએ જણાવ્યું હતું.

જૂનાગઢમાં પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન શરૂ થઇ ગયું છે. જૂનાગઢના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે તાજેતરમાં મળેલ બેઠક માં વિવિધ જ્ઞાતિઓના ૭૦ થી વધુ લોકો આ અભિયાનમાં જોડાયા હતા.

આ ઉપરાંત દરેક સમાજના નાગરિકોને ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપવા અનુરોધ કરાયો હતો.  ઉપરાંત પટેલ સમાજના અગ્રણી જે. કે. ઠેસિયા, આહીર સમાજના અગ્રણી જેઠાભાઈ પાનેરા, બ્રહ્મ અગ્રણી છેલભાઈ જોશી, પ્રજાપતિ સમાજના જે. કે. ચાવડા, દેવીપુજક સમાજના ધનજીભાઈ પરમારે, દિનેશભાઈ યાદવ – મોચી જ્ઞાતિ પ્રમુખ, જીતેન્દ્રસિંહ – રાસિયા રાજપૂત સમાજ, સુરેશભાઈ વડગામા – વિશ્વકર્મા સમાજ, પ્રદીપસિંહ પરમાર – કારડિયા રાજપૂત સમાજ, કિરીટભાઈ રાણીંગા – સોની સમાજ, પ્રદીપભાઈ ખીમાણી – લોહાણા સમાજ, સંજયભાઈ કોરડિયા – કડવા પટેલ સમાજ, પ્રો. ભરતભાઈ જોશી, જૂનાગઢ ધારાસભ્યના પ્રતિનિધિની ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.