Abtak Media Google News

ચાઇના ટેક્નોલૉજી કંપની શાઓમી તેના બે નવા સ્માર્ટફોન 7 ડિસેમ્બરે લોન્ચ કરવા માટેની તૈયારીમાં છે. કંપનીએ સોશિયલ મીડિયા વેબસાઇટ પર તેની માહિતી આપી છે. તાજેતરના લીક રિપોર્ટમાં ખૂલ્લાસો થયો છે કે કંપની બજેટમાં બેઝલ લેસ સ્માર્ટફોન લોન્ચ કરશે.

રિપોર્ટ્સ મુજબ રેડમી 5 અને રેડમી 5 પ્લસ લોન્ચ થશે. અને બંનેનાં ડિસ્પ્લેની એસ્પેક્ટ રેશિયો 18: 9 હશે એટલે બેઝલ લેસ ડિસ્પ્લે. આ બન્નેના સ્માર્ટફોનને ચાઇનીઝ સર્ટિફિકેશન TENAA પર જોવામાં આવ્યા છે.  જોકે કંપનીએ આ સ્માર્ટફોન્સના નામની જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટ્સથી તે સ્પષ્ટ થઈ ગયું છે.

જોકે કંપનીએ આ સ્પષ્ટ કર્યું છે કે રેડીમી 5 આ સ્માર્ટફોનમાં બેઝલ લેસ અને 5.7 ઇંચની ડિસ્પ્લે હશે. રેડમી 5 પ્લસમાં સ્નેપડ્રેગન 630 પ્રોસેસર અને 3 જીબી રેમ દેવામાં આવે તેવી શક્યતા છે. તેનું સ્ક્રીન 5.9 ઇંચનું છે અને તે પણ સંપૂર્ણ એચડી છે. ફોટોગ્રાફી માટે 16 મેગાપિક્સલની રીઅર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે.

શૌઑમી ભારત ખાતે 30 નવેમ્બરે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ આ સ્માર્ટફોનને દેશનો સ્માર્ટફોન જાહેર કરીને પ્રચાર કર્યો છે. રિપોર્ટ્સ દ્વારા કહેવામાં આવે છે કે કંપની આ વખતે નવા સ્માર્ટફોનથી બજારને ગ્રામ્ય વિસ્તારોની કંપનીઓને ટાર્ગેટ કરી છે.

ફ્લિપકાર્ટએ ‘દેશનો સ્માર્ટફોન’ માટે એક અલગથી પેજ બનાવ્યૂ છે. જો કે આ વેબપેજમાં સ્માર્ટફોનના કોઈ પણ સ્પેસિફિકેશનનો ખુલ્લાસો કર્યો નથી. પરંતુ એક મુદ્દો ઘણો હાઇલાઇટ્સ કર્યો છે તે છે બેટરી સમસ્યા એટલે કે આગામી સ્માર્ટફોન દમદાર બેટરી સાથે આવે તે નક્કી છે.

ગયા અઠવાડિયે શાઓમીના વાઇસ પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ મનુકુમાર જૈને ટ્વીટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે, ‘દેશ માટે આવી રહ્યો છે દેશનો સ્માર્ટફોન’ એક નવો ફોન જે ભારત માટે છે અને તે ટૂંક સમયમાં આવી રહ્યો છે આ સ્માર્ટફોન ભારતમાં 30 નવેમ્બરે લોન્ચ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.