નળ સરોવરમાં જોવા મળ્યું સાઈબીરિયાનું આ દુર્લભ પક્ષી: જુઓ, તસવીરો

યુનેસ્કોની રામસર કોંવેંશન ખાતે દેખાયેલા દુર્લભ પક્ષીથી પક્ષીપ્રેમીઓમાં ઉત્તેજના; બર્ડ વોચર દ્વારા તસવીરો ખેંચી નિષ્ણાંતોને મોકલાઇ

નળ સરોવરમાં દર વર્ષે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનો જમાવડો થાય છે અલબત્ત ચાલુ વર્ષે એક એવા મોંઘેરા મહેમાને નળ સરોવરમાં ધામા નાખ્યા છે જે પ્રથમ વખત ગુજરાતમાં દેખાયા છે. આ પક્ષી આર્કટિક સાઈબીરિયાનું છે. જેને રેડ બ્રેસ્ટડ ગૂસ તરીકે ઓળખવમાં આવે છે. તાજેતરમાં આ પક્ષી નળ સરોવરના ૨ ગાઈડને જોવા મળ્યા હતા. અકબર અલવાણી અને મહમુદ મુલતાની દ્વારા આ પક્ષી દેખાયા હોવાની વિગતો અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે, નળસરોવર કુલ ૧૨ હેકટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ જળાશય કુલ ૨.૭ મીટર જેટલી મહતમ ઉંડાઈ ધરાવે છે જોકે ૬૦ ટકા કરતા વધારે વિસ્તારમાં સામાન્ય ઉંચાઈ ૧ થી સવા મીટર જેટલી હોય છે જેથી પાણીની ઓછી ઉંડાઈના કારણે નીચલી સપાટીએ વનસ્પતિ પણ ખુબ સારા પ્રમાણમાં ઉદભવિત થતી જોવા મળે છે. ખોરાકની વિશાળ વિપુલતાને લઈ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ નળસરોવર ખાતે આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે શિયાળા દરમિયાન અહીં વિદેશી પક્ષીઓનો કાફલો જોવા મળતો હોય છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી યાત્રિકો નળસરોવરની મુલાકાતે આવે છે. પક્ષીઓને પરવડે તેટલી ઠંડી અને ખોરાકની વિપુલ માત્રાને કારણે પક્ષીઓ માટે નાની માછલીઓ અને કીટકો જેવા જીવો પક્ષીઓના ખોરાકમાં મદદરૂપ સાબિત થતા હોય છે. આ તમામ કુદરતી ચીજવસ્તુઓને લઈ મધ્ય એશિયા, યુરોપ અને સાયબેરીયા જેવા સ્થળોથી પક્ષીઓનો કાફલો નળસરોવર ખાતે જોવા મળે છે.

નળ સરોવરમાં દેખાતા વિદેશી પક્ષીઓ અથવા દુર્લભ પ્રજાતિઓ ની વિગતો મેળવવા માટે તંત્ર દ્વારા કેટલાક બર્ડ વોચર ની મદદ લેવાઈ હતી નળસરોવરમાં દેખાતા પક્ષીઓની તસ્વીરો ખેંચે છે અને માહિતી આપે છે.

Loading...