Abtak Media Google News

ભારતનું સૌથી પહેલું પાયલોટ વગરનું ફાઈટર પ્લેન તૈયાર થવાની અણી પર છે. ઘાતક નામનો આ પ્રોજેક્ટ લગભગ એક દશકાથી ચાલી રહ્યો છે. તેનો પ્રોટોટાઈપ સ્વિફટ તૈયાર થવાના લાસ્ટ સ્ટેજમાં છે. ડીઆરડીઓના સૂત્રોએ જણાવ્યું કે માર્ચ 2019 સુધીમાં તેની પહેલી ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ વિમાનનું પ્રોડકશનને લઈને કામ શરૂ થશે.

DRDO-એરોનોટિકલ ડેવલપમેન્ટ મળીને કામ કરી રહ્યાં છે

– આ પ્રોજેક્ટ પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી મળીને કામ કરી રહ્યાં છે.
– આ ફાઈટર પ્લેન સંપૂર્ણ રીતે દેશમાં જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઘાતકનું એરફ્રેમ ડિઝાઈન IIT કાનપુરની મદદથી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી તૈયાર કરી રહ્યું છે. શરૂઆતની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે, જેમાંથી એકની પસંદગી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.