Abtak Media Google News

“પીઢ લોકશાહી દેશોમાં દેશહીતને પ્રમ અગ્રતા અપાય છે, મતલક્ષી  નિવેદનો નહીં પરંતુ મતના ભીખારીઓ દેશ અને લોકશાહી ઉપરના હુમલામાં પણ મતના રોટલા શેકતા હોય છે

રાજ હઠ-૨

ભુલતો લગભગ દરેકથી થતી જ હોય છે તેમાંય જીભ લપસી પડવાની તો સામાન્ય બાબત છે. કેટલીક વખત સાચી હકીકત પણ ખોટી જગ્યાએ અને કહેવાની પધ્ધતિને કારણે દ્રિઅર્થી બની જતી હોય છે ભલે કહેનારનો ઈરાદો મલીન ન હોય તો પણ એવુ બને. પરંતુ તેવો ખ્યાલ આવે કે કોઈ ધ્યાન દોરે તો તે બાબતની ભુલ સ્વિકારી લેવી જોઈએ. પરંતુ તળાજા તાલુકા પ્રમુખે તો મિત્રોએ તેમનું ધ્યાન દોરતા તે બાબતને પોતાનું અપમાન ગણી લઈ વધુ છંછેડાયા. તેમ છતા તળાજા ફોજદાર જયદેવે તેમની રજુઆત આધારે રેઈડ કરીને કેસ કરતા તેઓ એ પછી તે વાત પુરી થઈ સમજવી જોઈએ પરંતુ કુદરતને કરવુ તે કેસ તેમના ગામના છોકરા ઉપર જ પોલીસ જવાનો એ કર્યેેા અને પ્રમુખે જયદેવ ઉપર અવળા આક્ષેપો ખોટા કેસના કરતા એક વખત જયદેવને બાતમી મળતા પ્રમુખના ફાર્મહાઉસ ઉપર જ દારૂની મહેફીલ ઉપર રેઈડ કરી મોટા માથાઓ ઉપર કેસ કરી દીધો. જો કે પ્રમુખ તેમાં નહતા કે તેમનું નામ પણ તે કેસમાં ન હતુ તેમ છતા એક રાજકારણીની અદાથી જયદેવ વિરૂધ્ધ નિવેદનિયુ યુધ્ધ છેડી દીધુ. જયદેવને આથી બે પ્રકારનું દુ:ખ થયુ એક મિત્ર ગુમાવ્યાનું અને બીજુ પ્રમુખ તેને એક હરીફ રાજકારણીની માફક વિરોધી ગણતા થઈ ગયા તેનુ.

દેશ આઝાદ થયા પછી સમયાંતરે લોકોપયોગી અને ગરીબ ઉધ્ધારક અનેક યોજનાઓ સરકાર દ્વારા જુદા જુદા નામે જુદા જુદા કલેવરો ધારણ કરી અલગ અલગ પ્રકારના હેતુઓ માટે આવેલી જેતામં ઈન્દીરા આવાસ યોજના, જવાહર યોજના, સરદાર યોજના અને છેલ્લે નારેગા વિગેરે સમાજના છેવાડાના અને ગરીબ લોકો માટે આવેલી. આ યોજનાઓનું અમલીકરણ પણ સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો દ્વારા થતુ રહેલુ. પરંતુ તે સમયે આમ જનતા અને લાભાર્થી જનતામાં જાગૃતી અને શિક્ષણના અભાવે આ યોજનાઓના વહિવટદારો તંત્ર અને ખાસ તો પદાધિકારીઓએ ચુંટાઈને એવો વહિવટ કરેલો કે તે સમયના વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ પણ એક વખત પ્રવચનમાં ઉકળાટ ઠાલવેલો કે એક રૂપીયાની સરકારની સહાયમાંથી ૮૦ પૈસા તો ફટક દલાલો-વચેટીયાઓ જ ચાંઉ કરી જાય છે અને ફકત ૨૦ પૈસા ગરીબ અને જરૂરીયાત વાળી જનતાને મળે છે.

લોકોમાં શિક્ષણનો વ્યાપ વધતા અને જાગૃતિ આવતા તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના મથડા ગામના એક શિક્ષક કમ રાજકારણીએ અંગત રસ લઈ ખુબ જ પરીશ્રમ કરી છેલ્લા વિસ પચ્ચીસ વર્ષમાં તળાજા તાલુકામાં જુદી જુદી યોજનાઓ હેઠળ પંચાયતોના દફ્તરે થી થયેલ બાંધકામો, મકાનો, વિની હકીકત મેળવી જુદા જુદા ગામો એ આ યોજનાઓ મુજબ ખરેખર આવા કામો થયા છે કે કેમ? થયા છે તો કેવા છે અને ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે કેમ ? તેની રૂબરૂ દોડા દોડી કરી માહિતી મેળવી એકઠી કરી. તે સમયે કાયદો આર.ટી.આઈ. નો હજુ આવ્યો ન હતો. આ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ એટલે કે માહિતી મેળવવાનો ધારો સને ૨૦૦૫ થી દેશમાં અમલમાં આવેલો છે.

આ શિક્ષકે પોતાની રીતે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત કચેરી વિગેરે જગ્યાઓએ રખડી રખડીને સમયાંતરે આવેલ સરકારની આ યોજનાઓ, તેના ખર્ચ, થયેલ કે નહિ થયેલ કામો, લાભાર્થીઓના આંકડા અંકોડા મેળવતા આ યોજનાઓમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે એક અડસટ્ટો  મુસદ્ો તૈયાર કરી તળાજા જયુડીશીયલ કોર્ટમાં સરકારી નાણાનો દુર્વ્યય અને ઉચાપત અંગે ફરીયાદ દાખલ કરી વળી આ માં પણ રાજકારણ ભળતા સત્તાધારી પક્ષ અને તેના વહિવટને બદનામ કરવા તેમના હાલના ચાલુ પદાધિકારીઓના નામોનો પણ ઉલ્લેખ કરી ફરીયાદ દાખલ કરાવેલ.ખરેખર આ યોજનાઓ તો છેલ્લા ત્રિસેક વર્ષથી સમયાંતરે જુદા જુદા પક્ષના અધિકારીઓના સમય ગાળાની હતી. પરંતુ રાજકારણમાં તો આમ જનતાને ઉંઘા ચશ્મા ચઢાવવા ગમે તે ચાલે.

આ રાજકારણ તો કદી સમાપ્ત નહિ થનારૂ યુધ્ધ છે આ યુધ્ધ સત્તા માટે જુદા જુદા સ્વરૂપે ચાલતુ જ રહેવાનું તેથી Every thing is fair in love & war એફ.આઈ.આર.માં પસંદગીના નામોનોે જ આરોપી તરીકે ઉલ્લેખ થયેલો. આપણે અપેક્ષા રાખીએ કે ભવિષ્યે, શિક્ષણ, સમજણ, વધતા તેઓ જ્ઞાતિવાદથી પર રહી ખોટુ બોલવુ, કરવુ, દ્રિઅર્થી બોલવુ, જનતાને ગેરમાર્ગે મતની લાલસાએ દોરવા, તે જ હેતુથી ગુનેગારો ને મદદ કરવી, મામકાવાદ કરવો અને સરકારી નાણા જે જનતાના જ છે તેનો ગેરવહિવટ બંધ કરે.

ન્યુયોર્કમાં ટવીન ટાવર ઉપર હુમલો થયો વિશ્ર્વ આખામાં હાહાકાર થયો તે જગ્યાની મુલાકાત ભુતપુર્વ પ્રેસીડેન્ટ બીલકલીન્ટને લીધી. તે જગ્યાએ પત્રકારોઓ એ કલીન્ટનને પુછયુ કે તમને નથી લાગતુ સરકારની નબળાઈ, તંત્ર બાતમી મેળવવામાં નિષ્ફળ રહ્યુ હોય ? બીલ કલીન્ટને પીઢ લોકશાહી નેતા તરીકે કહ્યું આ આપત્તિના સમયે હું એટલુ જ કહીશ કે સમગ્ર દેશ આપણા હાલના પ્રેસીડેન્ટના કહ્યા પ્રમાણે જ કામ કરે !

વિશ્ર્વમાં જયાં પીઢ લોકશાહિ છે ત્યાં દેશહિત અને સ્વાતંત્રયને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે નહિ કે મતલક્ષી નિવેદનો અહિ આપણા દેશમાં શું થાય છે ? તમામ ને ખ્યાલ જ છે તંત્ર ઉપર માછલા તો ધોવાય જ પરંતુ મતના ભીખારીઓ આવા દેશ ઉપરના લોકશાહી ઉપરના હુમલામાં પણ મતના રોટલો શેકતા હોય છે.

તળાજા કોર્ટમાં તાલુકા પ્રમુખ અને સરકારી કર્મચારીઓ વિરૂધ્ધ ફરીયાદ તો દાખલ થઈ ગઈ.

હવે કોર્ટમાં જે ફરીયાદ દાખલ થાય તે માટે બે રીત છે ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ ૨૦૨ મુજબ કાં તો અદાલત જાતે ઈન્કવાયરી તપાસ કરે અથવા પોલીસને ઈન્કવાયરી મોકલે તો તેવી તપાસમાં પોલીસ તમામ પુરાવાઓ એકઠા કરી તપાસ પુર્ણ કરી સંપુર્ણ અહેવાલ અદાલતને મોકલવાનો હોય છે. આ ઈન્કવાયરીમાં પોલીસ જાતેથી આરોપીની ધરપકડ કરી શકતી નથી પરંતુ અદાલત પાસેથી વોરંટની માંગણી કરી વોરંટ મેળવી આરોપીની ધરપકડ કરી જરૂરી શોધ (ડિસ્કવરી ઓળખ પરેડ) વિગેરે પુરાવા મેળવી શકે છે.

અન્ય રીતમાં અદાલત ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૫૬ (૩) મુજબ ફરીયાદ લઈ તે તપાસ અર્થે પોલીસને મોકલે છે આ ફરીયાદ લઈ તે તપાસ અર્થે પોલીસને મોકલે છે આ ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ તેને એમ કેસ (મેજી સ્ટ્રેરીયલ કેસ ) નામ અને નંબર આપી તે ફરીયાદની એફ.આઈ.આર.માં નોંધ કરી જે રીતે કોઈ કોગ્નીઝેબલ ગુન્હો સીધો પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોય તે રીતે તેની તપાસ કરે છે જેમાં નિવેદનો નોંધી પંચનામા વિગેરે કરી આરોપીની ધરપકડ પણ વગર વોરંટે કરે છે અને પુરતા પુરાવા હોય તો કેસનું ચાર્જશીટ પણ અદાલતમાં રજુ કરે છે.

આમ તળાજા અદાલત દ્વારા આવેલી ફરીયાદ ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૫૬(૩) મુજબ તપાસ માટે આવેલી. આ ગુન્હો એમ કેસ મુજબ દાખલ થઈ તપાસ માટે આવેલી. આ ગુન્હો એમ કેસ મુજબ દાખલ થઈ તપાસ માટે જયદેવ પાસે આવ્યો તેણે ફરીયાદ વાંચતા જ થયુ કે આ તો મોટો માથાનો દુ:ખાવો થશે. કેમ કે તાલુકા પ્રમુખનું નામ તો સૌથી અગ્રક્રમે હતુ. જયદેવને હજુ પ્રમુખ પ્રત્યે મનમાં કુણી લાગણી હતી કેમ કે તે યુવાન ઉત્સાહી હતા. જયદેવ ઈચ્છતો હતો કે તેઓ ક્રાંતીકારી રાજકારણી બને તે માટે ભુતકાળમાં મદદ પણ કરેલી પણ પ્રમુખની ગેરસમજ અને રાજકીય જીદ્દી સ્વભાવ જયદેવની કાયદેસરની કાર્યવાહીને  કારણે વધારે પડતા હઠ પકડતા જતા હતા. વળી અધુરામાં પુરૂ આ સેસન્સ અદાલત ટ્રાયલ ગુન્હો તેમના વિરૂધ્ધ દાખલ તો તેમના રાજકીય હરીફોએ જ કરાવેલ પરંતુ તેના અપજશનું ઠીકરૂ તો જયદેવના માથા ઉપર ભાંગે તેમ હતુ કે આ કામા ફોજદારના જ હોય અને થયુ પણ તેમજ !

મેડીકલના માલીકા અને નિવૃત પ્રિન્સીપાલે જયદેવનો સંપર્ક કરીને કહ્યુ આમ કેમ થયુ ? જયદેવે કહ્યુ આ કારસ્તાન તમારી રાષ્ટ્રીય પાર્ટીના છે તપાસ ત્યાં કરો કે આમ કેમ થયુ. હા જે દારૂના કેસો કર્યા તે તો મેં કર્યા અને તાલુકા પ્રમુખની રજુઆતે જ કર્યા હતા. પરંતુ આ ફરીયાદી તો તમારી પાર્ટીના જ છે અને તમે આ બાબતે તમારા પાર્ટીભાઈનો સંપર્ક કરી કેસનું માંડવાળ હજુ પણ થઈ શકે. કેમ કે એમ કેસ છે આથી બંને જણાએ પ્રયત્નો કર્યા પણ આતો ત્રણ હઠ બાળ હઠ, ઘોડા હઠ અને રાજ હઠ પૈકીની રાજ હઠ હતી જેમ પ્રમુખ હઠ છોડતા ન હતા તેન આ ફરીયાદી પણ રાજકારણી જ હતા તેમણે પણ હઠ છોડી નહિ સમાધાન થયુ નહિ ખાસ તો જ્ઞાતિવાદના મુદ્ે રાજકીય રીતે પ્રશ્ર્ન દોઢે ચડયો. જેમ એક વિસમી સદીમાં પણ કેન્સરના રોગનો ઈલાજ શોધાયેલ નથી તેમ લોકશાહીનો જ્ઞાતિવાદનો કેન્સર રૂપી રોગ હજુ ભારતમાં અસાધ્ય જ છે.

જયદેવે એફ.આઈ.આર. વાંચી તો આ કૌભાંડમાં દર્શાવેલ જગ્યાઓ પચ્ચીસેક ગામો પૈકી પાંચેક ગામો જ તળાજા પોલીસ સ્ટેશનની હદના હતા બાકીના અન્ય ગામો દાઠા અને અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના હતા પણ તાલુકો તો તળાજા જ હતો અને તે બંને પોલીસ સ્ટેશન તળાજા ફોજદારી અદાલતના જ જયુરીડીકશનમાં આવતા હતા. જયદેવને હજુ પોતાના થાણાના પડતર કેસોનો નિકાલ બાકી હતો તેની કાર્યવાહી તો ચાલુ જ હતી તેમાં વળી લોકસભાની ચુંટણી સંબંધેની તમામ વહીવટી કાર્યવાહી તાલુકા મથક તળાજા હોઈ, રાજકીય પક્ષોના નેતાઓની ચુંટણીસભાઓ તળાજાની હતી. તમામ પક્ષોના કાર્યાલયો વ્યૂહરચનાઓ પણ તળાજામાં જ ધડાવાની હતી. વળી તળાજા પોતે જ ઉંચા ક્રાઈમ રેટનું પોલીસ સ્ટેશન હતુ તેવા સંજોગોમાં જયદેવને આ ૨૦-૨૫ વર્ષ દરમ્યાન પચ્ચીસેક ગામોમાં ફેલાયેલ કૌભાંડ કે જેમાં યોજનાઓ પણ વિવિધ હતી. તેવી અતિ અતિલાંબી લચ અને ઘણો જ સમય માંગી લેતી તપાસ માટે સમય ફાળવી શકે તેમ ન હતો. ખેરખર આવી તપાસ તો સી.આઈ.ડી. ક્રાઈમ કે સીબીઆઈ જેવી ખાસ શાખાઓ જ કરી શકે કેમ કે તેઓને લોકલ પોલીસની જેમ જનતાને સાંભળવાની, બંદોબસ્ત-નાઈટ રાઉન્ડ, દારૂ જુગારની રેઈડેટ કરવાની દરેક કેસોની તપાસ કરવાની કોઈ લપ હોતી નથી તેથી તેઓ નિયત સમયમાં વ્યવસ્થિત તપાસ કરી શકે તેમ હતા.

આથી જયદેવ તળાજા મેજીસ્ટ્રેટને મળી  પોતાની મર્યાદાની વાતની રજુઆત કરી પરંતુ મેજીસ્ટ્રેટે કહ્યુ આ તો હુકમ થઈ ગયો હવે જો પક્ષકારો અરજી કરી તપાસ એજન્સી બદલવા માટે માંગણી કરે તો જ શકય બને, મારા માટે તો ત્રણે પોલીસ સ્ટેશનો મારાજ જયુરીડીકશનના છે.

આથી જયદેવે ઝડપથી પ્રાથમીક તપાસ શરૂ કરી પોતાના પાંચ ગામોમાં ફરીને જોયુ તો તે અચંબો પામી ગયો કેમ કે જે યોજનાની નાણાકીય સહાયથી એક ગામમાં કોમ્યુનીટી હોલ બનેલનું દફતર ઉપર દર્શાવેલ તેવો કોઈ કોમ્યુનીટી હોલ જ અસ્તિત્વ ધરાવતો ન હતો. ગ્રામ પંચાયતનું દફતર જોતા તેમાંજ કોઈ ઢંગઘડા ન હતા તલાટીમંત્રીએ જણાવ્યુ કે સાહેબ હુ તો નવો જ હાજર થયો છુ આ જે મામલો છે તે આજથી બારેક વર્ષ પહેલાનો છે હાલ તો સરપંચ તાલુકા પ્રમુખો વિગેરે પણ બદલાઈ ગયા છે વિગેરે વિગેરે તો બીજા એક ગામે તપાસ કરતા એક સાર્વજનીક પાણીનો ટાંકો તો બનેલો પણ એક ટાંકા ઉપર જુદી જુદી બે યોજનામાં નાણા ઉપાડી લીધેલા ! એટલે કે કામ એક અને દામ ડબલ બે અલગ અલગ સમયની જુદી જુદી યોજનામાંથી નાણા ગપચાવામાં આવેલા. તે ગામે પણ તલાટી સરપંચ બદલાઈ જ ગયેલા. આવી તપાસોમાં સમયની ખુબ જ જરૂરત રહેતી હોય છે બીજી બાજુ જયદેવે સમર્યાદાની અગત્યની અનેક કાર્યવાહીઓને કારણે  કંટાળીને તેણે પોલીસવડાને પત્ર લખી ગામડાઓની હદ  બાબતનો ઉલ્લેખ કરી આ ત્રણેય પોલીસ સ્ટેશનો સીપીઆઈ તળાજાની હદના હોય તેમને તપાસ સોંપવા વિનંતી પત્ર લખ્યો પણ તેનું કોઈ પરીણામ આવ્યુ નહિ.

આથી જયદેવે થોડી ઘણી તપાસ સમયાંતરે ચાલુ રાખી અને ઉચાપત કૌભાંડનું જે ચિત્ર બહાર આવ્યુ તેની ચર્ચાઓ આખા તળાજા તાલુકામાં થવા લાગી. ચર્ચાની સાથે મીઠુ મચ્ચુ ભભરાવી ને વાતો ચગાવવામાં આવે અને કેટલીક અફવાઓ પણ ઉડતી હોય છે આ સાંભળીને  તાલુકા પ્રમુખને મુંઝવણ થઈ કે નકકી ફોજદાર જયદેવ હવે પોતાને આ ગુન્હામાં ફીટ કરી દેશે અને લાંબો સમયે જેલમાં જવુ પડશે. તેમ છતા પ્રમુખે પોતાની રાજહઠ છોડીને આ બાબતે ખરેખર શું કાયદાકીય પુરાવાકીય હકીકત છે તે જયદેવથી જાણવા કે  અન્ય મિત્રો મારફતે પણ જાણવા કોશીષ કરી નહિ.

જયદેવની થયેલ તપાસ સુધીના સમયગાળામાં પુરાવાકીય રીતે જોતા કૌભાંડમાં હજુ પ્રમુખની સંડોવણી સ્પષ્ટ ઈ ન હતી. પરંતુ વહેમના ઓસડ ન હોય તેમ પ્રમુખ વહેમ માં જ ઉંડા ઉતરતા જતા હતા. જો કે આમેય રાજકીય નેતાઓ લોકોની ચર્ચાઓ ને વધારે મહત્વ આપતા હોય છે વળી અહી તો પ્રમુખની રાજહઠ અને જીદ્દી સ્વભાવ આથી વાત વધારે દોઢે ચડી.

સામાન્ય રીતે જયારે મુશ્કેલીનો  સમય હોય ત્યારે ગમે તેની સલાહ લેવાને બદલે આપણા નજીકના અંગત હિતેચ્છુ મિત્રો, સગાસંબંધીઓની જ સલાહ વ્યાજબી હોય છે અને આવા હિતેચ્છુ મિત્રો દ્વારા ખરેખર પરિસ્થિતી શું છે તેની ખાત્રી કરીને જ આગળ વધવુ હિતાવહ હોય છે પરંતુ તાલુકા પ્રમુખે રાજકીય ટપોરી ટેકેદારોની વાતોમાં આવી જઈને કાયદાકીય નિષ્ણાત પાછળ બહુ મોટી રકમ ખર્ચી નાખીને મહુવા સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી દઈને જામીન ન મળે ત્યાં સુધી નજર બહાર થઈ ગયા.

આથી જયદેવને મનમાં ખુબ દુ:ખ થયુ કે એક સરળ વ્યકિત કે જેની સાથે બેઠક ઉઠક હતી તેણે કોઈ પોતાનો સંપર્ક કર્યા સિવાય બારોબાર દોડી જઈને આ રીતે વધેરાઈ ગયો.  મેડીકલના માલીક અને નિવૃત પ્રિન્સીપાલે પણ અફસોસ વ્યકત કર્યો. જયદેવે મહુવા કોર્ટમાં હજુ તપાસ ચાલુ  અને પુરાવા મેળવવાના બાકી હોવાનો અહેવાલ રજુ કર્યો. આથી તાલુકા પ્રમુખને નેવુ દિવસના સમય માટેના આગોતરા જામીન મળી ગયા.

ત્યારબાદ તો લોકસભાની ચુંટણી પુરી થઈ ગઈ અને જયદેવ એક પછી એક એવી સમય મર્યાદાથી તપાસોમાં રોકાયેલો રહ્યો કે આ નેવુ દિવસના સમયમાં કાંઈક થોડી ઘણી તપાસ કરી પરંતુ તાલુકા પ્રમુખ વિરૂધ્ધ હજુ કોઈ પુરાવો મળ્યો ન હતો. આમ ને આમ નેવુ દિવસ પુરા થઈ ગયા અને પ્રમુખ ફરી કાયદાના નિષ્ણાંતો ને મળ્યા પરંતુ પ્રમુખે રાજહઠ છોડી નહિ ફરી નેવુ દિવસના આગોતરા જામીન મળ્યા આ રીતે લાંબો સમય ચાલતુ રહ્યુ અને એકાદ વર્ષ પછી જયદેવની તળાજાથી રાજકોટ બદલી થઈ ગઈ ત્યાં સુધી પ્રમુખે રાજહઠ છોડી નહી. પરંતુ આ બનાવથી જયદેવને જેમ સામાન્ય રીતે લોકોને સંબંધોમાં તીરાડ પડે અને દુ:ખ થાય તેમ જ દુ:ખ થયુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.