Abtak Media Google News

વડોદરા વારંવાર ચર્ચામાં આવી  રહ્યું છે. ત્યારે આજે તો વડોદરામાં એક કોર્પોરેટરને જ સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો છે. વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને સ્થાનિકોઓ માર્યા છે. કોર્પોરેટરને બાપોદ તળાવ આગળ એક ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા ઝૂપડા તોડી પાડવામાં આવતા સ્થાનિક લતવાસી રોષે ભરાયા અને હલ્લાબોલ કરી કોર્પોરેટરને જ કબ્જે લઈ માર્યો. જો કે પોલીસને જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળે પોહોંચી હતી અને કોર્પોરેટરને મુક્ત કરાવ્યો અને મામલો થાળે પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.